________________
પપર ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પાણીના જીવોની સંખ્યા-કેણ ગણી શકવાનું છે. જ્યાં આજના વૈજ્ઞાનિક પણ પાણીના એક બુંદમાં ૩૬૪૫૦ જીની સંખ્યાને જોઈ શક્યા છે. એક પાણીના કળશામાં કેટલા બુંદ થાય છે? આની ગણત્રીમાં પણ આપણે કદાચ ભૂલ ખાઈ શકીએ છીએ તે સંસારભરના સમુદ્રના પાણીને કેણ માપી શકશે? માટે પાણી કાયમાં ઉત્પન્ન થનારા જ પણ અનંતાનંત છે.
આજ પ્રમાણે પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય માટે પણ સમજવાનું છે. જે ઘરમાં આપણે રહીએ છીએ તે ઘર પૂરતાજ બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય ને ગણવા માટે આપણે સૌ અસમર્થ છીએ તે સંસારભરના કીડા, કીડી, મંકોડા, માંકડ, જ અળસીઆ, ભમરા, માખીઓ વગેરે જીવોની ગણત્રી આપણે માટે શી રીતે શક્ય બનશે. જે સૌ કરતાં બહુજ થોડા જેવો છે. માટે આ પ્રમાણેના અત્યન્ત સંક્ષિપ્ત વિવેચનથી આપણે સત્યસ્વરૂપ સમજી શકીએ છીએ કે અનંતાનંત જીવોથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. આજ વાતને વાતિકકાર પણ પુષ્ટિ આપતા કહે છે કે “ગમે તેટલા જીવે ગમે ત્યારે મેક્ષમાં જાય તે પણ બ્રહ્માંડમાં રહેલા જીવોની સંખ્યા અનંત હોવાથી કેઈ કાળે પણ સંસાર ખાલી થવાને નથી” “જે વસ્તુ પરિમિત હોય તેને અંત કદાચ હોઈ શકે છે. પરન્તુ અપરિમિત અનંત વસ્તુને અંત હોઈ શકે નહી.”
જેટલા જ વ્યવહાર રાશિથી મેક્ષમાં જાય છે તેટલી જ સંખ્યાના છો અનાદિ નિગદ સ્થાનથી બહાર આવે છે.” અનાદિકાળના આ સંસારથી જેટલા જ મોક્ષમાં ગયા છે અને અત્યારે પણ જઈ રહ્યા છે અને અનંતકાળ સુધી જશે