________________
શતક-૫ મું ઉદ્દેશક-૯ ]
[પપપ દેખાતી નથી. માટે તેમના તરફ શુભ પુગલનું કાર્ય ન થતું હોવાથી અંધકાર કહેવામાં આવે છે.
ચઉરિન્દ્રિય જીને શુભ-અશુભ પુદ્ગલને શુભ-અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. માટે તેમને પ્રકાશ પણ છે ને અંધકાર પણ છે.
અસુરકુમારની માફક વાણવ્યંતર, તિષિક અને વિમાનિક માટે જાણવું.
સમયાદિનું જ્ઞાન તેમજ રાત્રિ દિવસ અનંત કે નિયત પરિમાણુ.
રયિક, સમય,આવલિકા, ઉત્સર્પિણી, અવસર્પિણીને જાણતા નથી. કારણ કે સમયાદિનું માન તે અહિં મનુષ્ય લોકમાં છે.
એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ નિકો માટે પણ સમજવું.. સમયાદિનું માન અને પ્રમાણ આ મનુષ્ય લોકમાં હોવાથી મનુષ્યને એ જ્ઞાન છે.
જેમ નરયિક માટે કહ્યું, તેમ વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક માટે પણ જાણવું
એક વખત ભગવાન મહાવીર સ્વામીને ભગવાન પાર્શ્વ.. નાથના સ્થવિર મળે છે. બહુ દૂર નહિ. તેમ બહુ નજીક નહિં એવી રીતે બેસી વિચારે છે કે
અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં ? ઉત્પન થાય છે? ઉત્પન્ન થશે ? નષ્ટ થયાં, નષ્ટ થાય છે