________________
પ૫૬ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કે નષ્ટ થશે? કે નિયત પરિણામવાળા રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે? - આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે એના જવાબમાં ભગવાને કહ્યું છે કે
અનંત રાત્રિ દિવસે ઉત્પન્ન અને નાશ થયાં, થાય છે ને થશે.
આનું કારણ બતાવતાં ભગવાને કહ્યું છે કે–પુરુષદાનીય પાર્શ્વનાથ અર્હતે લોકને શાશ્વત કહ્યો છે, તેમ અનાદિ કહ્યો છે.
અહિં લોકનું સ્વરૂપ આમ બતાવ્યું છે.
અનંત, પરિમિત, અલેકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડો, ઉપર વિશાળ, નીચે પયંકના આકારને વચ્ચે ઉત્તમ વજાના આકારવાળો, અને ઉપર ઊંચા, ઉભા મૃદંગના આકાર જે લોક કહ્યો છે. તેવા પ્રકારના લેકમાં અનંતા જીવઘને ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક છે દ્વારા લોકાય–જણાય છે. નિશ્ચિત થાય છે. જે પ્રમાણથી લોકાય જણાય તે લેક કહેવાય.
પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરે મહાવીર સ્વામીના અનુયાયીઓ બન્યા. તેથી તેમણે પ્રતિક્રમણ સહિત પાંચ મહાવતેને સ્વીકાર્યા.
ચાર પ્રકારના દેવલોક કહેવામાં આવ્યા છે –
૧. ભવનપતિ, ૨. વાણવ્યંતર, ૩. તિષિક -અને ૪. વૈમાનિક.
તેમાં ભવનવાસી ૧૦ પ્રકારના કહ્યા છે.