Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 590
________________ શતક–૫ મું ઉદ્દેશક-૮ ] | [ ૫૩૭ દ્રવ્યને મતિજ્ઞાની સ્પશી પણ શકતો નથી. તેવી જ રીતે આપણો સ્વભાવ પણ મર્યાદિત છે, જેથી સંસારની ઘણી વસ્તુઓને જાણવાની ઉત્કંઠા પણ થતી નથી. આમાં આ જ્ઞાનની દુર્બલતા સ્પષ્ટ દેખાય છે જેથી દશ્યમાન પદાર્થોને પણ પૂરા જાણી શકતા નથી, પછી અદશ્યમાન પદાર્થોને જાણવાની તે વાત જ કયાં રહી? (૨) ઘણા પદાર્થો એવા છે કે જે આગમગમ્ય જ છે. અને આગમવાદે વર્તમાનમાં ગુરુગમ પણ નથી. આગમગમ્ય પદાર્થો હંમેશ માટે આગામગમ્ય (શ્રદ્ધાગમ્ય) જ હોય છે. (૩) રેયતત્ત્વની ગહનતાને લીધે પણ આપણું મતિજ્ઞાન તેમાં ઊંડે સુધી પ્રવેશ પામી શકતું નથી. (૪) જ્ઞાનાવરણીય કર્મને ઉદયકાળ પણ તીવ્ર છે. , જેથી ઘણા પદાર્થો આપણી સમજણમાં આવતા નથી. કેમકે મતિજ્ઞાનના ક્ષોપશમ કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મ અનંતગણું વધારે છે. - (0) હેતુ અને ઉદાહરણના અભાવમાં પણ પદાર્થો સ્પષ્ટ જણાતા નથી. (૬) શ્રતજ્ઞાની પણ અનંતપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના અનંત પર્યાને જાણી શકતો નથી. કેમકે કેવળજ્ઞાની - જેટલા પદાર્થોને જાણે છે, તેટલા ઉપદેશી શકતા નથી. અને જેટલા ઉપદેશે છે, તેમાંથી અનંતમાં ભાગ્યેજ શાસ્ત્રોમાં ગૂંથાયા છે. આથી શ્રુતજ્ઞાન પણ બધા સેય પદાર્થોને સ્પશી શકતું નથી.

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614