________________
૫૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ધર્મ અને ધમી, ગુણ અને ગુણી, તથા સ્વરૂપ અને સ્વરૂપી તાદાત્મય સંબંધે સહભાવી જ છે. આમાં ધર્મ, ગુણ તથા સ્વરૂપને જ પર્યાય કહેવાય છે અને ઘમીજ ગુણ તથા -સ્વરૂપી દ્રવ્ય છે.
સૂર્યથી કિરણે અને દ્રવ્યરૂપ કિરણોથી પ્રકાશ ગુણ જેમ કેઈ કાળે અને કોઈના પ્રયત્ન વિશેષથી પણ જુદા પડી શક્તા નથી તેવી જ રીતે દ્રવ્ય અને તેના પર્યાયો જુદા પડી શકે તેમ નથી.
પદાર્થ માત્રમાં રહેલા અનંત ધર્મોની વિદ્યમાનતા અસ્તિત્વરૂપે (હાવારૂપે) અથવા નાસ્તિત્વરૂપે (ન હોવાપણે) તર્ક સંગત અને આગમ સંગત છે. સંસારભરમાં આકાશ કુસુમ, ગધેડાનું શીંગ અને વાંઝણીને છેક નામના કેઈ દ્રવ્યની વિદ્યમાનતા છે જ નહિ માટે તેના અનંતધર્મોની વિચારણા પણ હોઈ શકે નહી પરંતુ ઘટ-પટ છવ શરીર વગેરે દ્રવ્યોની વિદ્યમાનતા પ્રત્યક્ષ છે, માટે તેના અનંત ધર્મો પણ વિદ્યમાન છે. કેમકે દ્રવ્ય વિના પર્યાયો અને - પર્યાયો વિનાનું દ્રવ્ય કેઈએ કયારે પણ જોયું નથી, જેવાતું નથી અને ભવિષ્યમાં પણ જોવાશે નહી.
ઉદાહરણ રૂપે સુવર્ણના ઘડાને જ લઈએ, જે પિતાના - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્મથી
અને બીજાના કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ - નાસ્તિત્વ ધર્મથી સંબંધિત છે. " સત્ત્વ, યત્વ અને પ્રમેયવાદિ ધર્મોની અપેક્ષાએ આ આ ઘડાને વિચાર કરતાં સત્ત્વ વગેરે તે ઘડાના સ્વપર્યાય છે. કેમકે પદાર્થ માત્રમાં સત્ત્વાદિ ધર્મો હોવાથી એ ધમેની