Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 598
________________ શતક-૫ મું ઉદ્દેશક-૮] [૫૫ કહેવાતો નથી, તેવી રીતે જે પર્યાયે ઘડાના નથી તેમને ઘડા સાથે નાસ્તિત્વ સંબંધ પણ શા માટે જોડી દેવા ?” આના ઉત્તરમાં એટલું જ જાણવાનું કે ધન અને ગરીબ બંને પદાર્થો અનંત સંસારમાં વિદ્યમાન તે છે. માત્ર અત્યારની ક્ષણે બંનેને અસ્તિત્વ સંબંધ તો છે જ. તેથી આમ ભાષા વ્યવહાર થાય છે કે આ માણસ ધન વિનાને છે અને સંસાર ભરને કેાઈ માણસ આનો અર્થ બરાબર સમજી જાય છે કે આ માણસ પાસે અત્યારે ધન નથી. તેવી જ રીતે ઘડામાં અત્યારના સમયે જે સ્વપર્યા છે તે અસ્તિત્વ સંબંધને આભારી છે, અને જે પર્યાયે અત્યારે નથી તે નારિતત્વ સંબંધને આભારી છે. આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવતાં આ અસ્તિત્વ અને નાસ્તિત્વ, સંબંધમાં વિતંડાવાદની આવશ્યકતા નથી.' માટે પ્રત્યક્ષથી કે આગમથી દેખાતા અનંતધર્મોથી પરિપૂર્ણ પદાર્થ માત્રને જોવા માટે અનંતવિજ્ઞાન ( કેવળજ્ઞાન)ની આવશ્યકતા અનિવાર્ય છે. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના તીર્થ કરત્વને સિદ્ધ કરવા માટે અનંત વિજ્ઞાન તથા અતીત દોષની સાથેકતા જોયા પછી “અખાધ્યસિદ્ધાન્ત’ વિશેષણની યથાર્થતા પણ જાણી લઈએ. . . . . . ઘાતી કર્મોને સમૂળ નાશ થયા પછી જે સર્વથા. નિર્દોષ હોય તેમને સિદ્ધાન્ત જ અબાધ્ય હોય છે. અહિંત તીર્થંકર પરમાત્મા જ સર્વથા નિર્દોષ છે. અને સગી સશરીર હોવાના કારણે જ સમવસરણમાં વિરાજમાન થઈ ૩૫

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614