________________
૫૪૮]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ સંસારના પદાર્થ માત્રને યથાર્થરૂપે જાણે છે અને પ્રરૂપે છે ત્યારે જ તે “સંસારમાં જીવરાશિ પરિમિત છે? અપરિમિત છે. જો ઘટે છે? વધે છે? સિદ્ધમાં ગયેલા જીવોની સંખ્યા વધે છે? અથવા ઘટે છે? નારક જીવો વધે છે? ઘટે છે ? વધવાને કે ઘટવાને ઉત્કૃષ્ટ અને જઘન્ય સમય કેટલે? ઈત્યાદિક સૌને માટે સર્વથા અભૂતપૂર્વ પ્રશ્નો અને ઉત્તર જૈન શાસનના આગમસૂત્ર સિવાય બીજે કયાંય પણ જોવા મલી શકે તેમ નથી. કેમકે આવા પ્રશ્નોનાં ઉત્તરે અનંતજ્ઞાનને જ આધીન છે. જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે અને ચરાચર સંસારને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે. છે. ધરૂ ન ઘટઘં, ન જ્ઞાતચં, ન દયાળમ્” ઈત્યાદિ પ્રસંગે કેવળી ભગવાન પાસે હોય શકે જ નહી,
જે વાદિઓ સંસારને તથા જીવોને પરિમિત માને છેજેમકે વૈદિક મતમાં જમ્બુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શામલિદ્વીપ, કુશદ્વીપ, કૌચદ્વીપ, શાકદ્વિપ તથા પુપકરદ્વીપ અને લવણ, ઈશુ, સુરા, ધૃત, દધિ, દુગ્ધ અને જલ આ પ્રમાણે સાતદ્વીપ અને સાત સમુદ્ર જ માનીને બેઠા છે તથા બૌદ્ધો જબ્બે દ્વીપ પૂર્વ વિદેહ, અવરગોદાનીય અને ઉત્તર કુરૂ નામે ચારદ્વીપ તથા સીતા નામે સાત નદીઓ માનીને બેઠા છે. તેમને ત્યાં જ આવા પ્રશ્નો ઉદ્દભવી શકે છે.
પરન્તુ ત્રણે લોક, ત્રણે કાળના જીવ પુદ્ગલેની ગતિઆગતિને પ્રત્યક્ષ કરનાર માટે કેવળી ભગવાન ભાષિત જૈન શાસનની માન્યતા પ્રમાણે અસંખ્યાતાદ્વપ અને સમુદ્રથી