________________
૫૩૨ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ * જે પુદ્ગલ દ્રવ્યથી અપ્રદેશ છે. તે નિયમે ક્ષેત્રથી અપ્રદેશ હોય, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત અપ્રદેશ હેય, અને ભાવથી પણ કદાચિત્ સપ્રદેશ હોય ને કદાચિત્ અપ્રદેશ હોય. . જે ક્ષેત્રથી અપ્રદેશ હાય, તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય, કાલથી તથા ભાવથી પણ ભજના એ જાણવું. જેમ ક્ષેત્રથી કહ્યું, તેમ કાલથી અને ભાવથી કહેવું.
હેતુઓ અજ્ઞાનપૂણ હોવાથી સાધ્યનું સત્ય સ્વરૂપં શી - રીતે જાણી શકાશે?
હવે બે સૂત્રો પાંચમાં અને છઠ્ઠા નંબરના કેવળજ્ઞાનીને માટે છે તેમને સઘળું પ્રત્યક્ષ હોય છે. માટે તેવા પ્રત્યક્ષ જ્ઞાન ધરાવતા કેવળજ્ઞાનીઓને કંઈ પણ જોવા માટે કે જાણવા માટે કઈ પણ જાતના હેતુ કે નિશાનની જરૂર રહેતી નથી, તેથી તેઓ હેતુની જરૂર વિનાના કહેવાય છે. અહેતુક કહેવાય છે એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીપણાને લીધે હેતુના વ્યવહારી ન હેવાથી કેવળજ્ઞાનીઓ અહેતુ કહેવાય છે. સર્વજ્ઞત્વને લઈને અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિક પદાર્થોને અહેત સમજે છે. અગ્નિને જાણવા માટે તેઓ (ધૂમાદિને) હેતુ ભાવે. જાણતા નથી. કેમ કે સર્વજ્ઞને અનુમાન કરવાપણું હતું નથી. તેથી ધૂમાદિક હેતુની અપેક્ષા વિનાના સર્વજ્ઞ અહેતુક કહેવાય છે. અહેતુને જુએ છે, પ્રાપ્ત કરે છે તથા અનુપક્રમી હોવાથી એટલે કે કોઈ નિમિત્તથી પણ મર્યા ન મરે તેવા હેવાથી અહેતુક કેવળી મરણ કરે છે.