________________
શતક- પમું ઉદ્દેશક- ૭]
[૫૨૭
૧ અહેતુને ન જાણે ૨ અહેતુને ન જુએ
૧ હેતુએ ન જાણે ૨ અહેતુએ ન જુએ
બંધનનું કારણ બને છે, બીજી વાત એ છે કે – મનુષ્ય અવતારને છેડીને નરકભૂમિમાં જતાં પહેલા તે માનવને નરકના સંસ્કારની લેફ્ટા ઉદયમાં આવી જવાથી તેના સંપૂર્ણ આત્મિક પ્રદેશ (આઠ ચક પ્રદેશ વિના) પણ ક્રોધ અને વૈરમય બની જતાં થોડી ઘણી પણ મેળવેલી જ્ઞાન સંજ્ઞા દબાઈ જાય છે અને ભયંકર વૈર કર્મના સન્નિપાતમાં કોઈ પણ જીવ સાથે ક્ષમાપના, મિચ્છામિ દુક્કડું, ભવ આલોયણું પુદ્ગલેને પરિત્યાગ, અને તેનાથી થયેલી તથા થનારી હિંસનો ત્યાગ કર્યા વિના જ જીવ નરકમાં જાય છે. તેથી તેના મર્યા પછી પણ શેષ રહેલું, ધન, શસ્ત્ર, વસ્ત્ર, આદિ સામગ્રી પણ પરજીને કલેશ કરાવનારી હોવાથી તે બધા એનું પાપ તે વસ્તુના મૂળ માલિકને પણ લાગે છે.
આ કારણે જ લોકોત્તર જૈન શાસન વારંવાર ફરમાવે છે કે, “તમે તમારી જીવનયાત્રાને અનાસક્ત, સમ્યકત્વ અને સમતા ભાવે પૂર્ણ કરશે અને પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડું દેવાની ભાવનાને જાગૃત રાખશે, જેથી આ ભવની કોઈ પણ વસ્તુ આપણા મર્યા પછી આપણને કે કોઈને પણ બાધક . થવા પામે નહીં.” - અસુરકુમારે તથા સ્વનિતકુમાર દે પણ પરિગ્રહી હેવાના કારણે પૃથ્વીકાય તથા ત્રસકાય જીવોને વધ કરે છે.