________________
પર૪]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ વાણમંતરે, તિષિઓ અને વૈમાનિકેને ભવનવાસી દેની જેમ જાણવા. ૯ પાંચ હેતુઓ
૧ હેતુને જાણે છે ૧ હેતુએ જાણે છે ૨ હેતુને જૂએ છે
૨ હેતુએ જુએ છે ૩ હેતુને સારી રીતે શ્રધે છે ૩ હેતુએ સારી રીતે શ્રધે છે ૪ હેતુને સારી રીતે પ્રાપ્ત છે ૪ હેતએ સારી રીતે પ્રાપ્ત છે ૬ હેતુવાળુ છદ્મસ્થ મરણ કરે છે ૫ હેતુએ છદ્મસ્થ મરણ કરે છે પરિગ્રહનો ચમત્કાર | R ૭૯. માનવ અવતાર પામેલા માનવી પાસે તલવાર, ભાલા, બંદુક, છરી, કલમ, જીભ, લાકડી, વ્યાપાર લેણદેણ કેટ, કચેરી, આદિ પરિગ્રહ અને સ્ત્રીની માયા હેવાના કારણે દુબુદ્ધિવશ પાપ કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. પણ નરકગતિના નારકે, દેવગતિના દેવે, પશુઓ, પક્ષીઓ, તથા એકેન્દ્રિયાદિ જ નવા પાપ કરી શકે છે? તેઓ શાથી પાપ કરતા હશે? આ વાત જાણવા માટે જ આ પ્રશ્નોત્તર છે.
સંસારના પ્રાણિમાત્ર શરીરધારી છે. અને જ્યાં સુધી શરીર છે. ત્યાંસુધી પરિગ્રહ છે. અથવા શરીર જ મેટામાં માટે પરિગ્રહ છે. કેમકે આ શરીરને લઈને જ સંસારભર પરિગ્રહ વધે છે, અને જ્યાં પરિગ્રહ છે ત્યાં આરંભ છે, અને
જ્યાં આરંભ–સમારંભ છે. ત્યાં નવા પાપે બંધાયા વિના રહેતા નથી. શરીર માત્રને પરિગ્રહ (મૂચ્છ) પણ કેવળજ્ઞાનને મેળવવા માટે બાધક છે, તે પછી શરીરની મમતાને