________________
પર૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય—એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ સ્થિત સ્કંધે માટે પણ જાણી લેવું.
- એક નિષ્કપ પુદ્ગલ પિતાની નિષ્કપતા છેડી દે, ને પછી ફરીથી તેને નિષ્કપતા પ્રાપ્ત કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખેય ભાગ જેટલે સમય લાગે.
એ પ્રમાણે યાવત્ અસંખ્યય પ્રદેશ સ્થિત છે માટે પણ સમજવું.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂમ, પરિણત અને બાદર પરિણતોને માટે તેમને જે સ્થિતિકાળ કહ્યો છે, તેજ અંતરકાળ છે.
શબ્દ પરિણત યુગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હેય. પુનઃ શબ્દરૂપે પરિણમ: વામાં આટલે કાળ લાગે.
અશબ્દ પરિણત પુદ્ગલને જઘન્યથી એક સમયને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ અંતર હોય. અશબ્દ પરિણત સ્વભાવને છોડ્યા પછી પાછા તેજ સ્વભાવમાં આવતાં આટલે કાળ લાગે.
દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવસ્થાનાયુ, એ બધામાં સૌથી થોડું ક્ષેત્રસ્થાનાયુ છે. તે કરતાં અસંગુણ અવગાહનાસ્થાનાયુ છે. તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયુ છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે.