________________
શતક-૫ મું ઉદ્દેશક-૬ ].
[ પ૧૫ આત્મા અનન્ત શક્તિને માલિક હોવાથી પોતાના પ્રદેશેને સંકોચી અને વિસ્તારી શકે છે. ત્યારે જ હાથીના શરીરમાં અને કીડીના શરીરમાં અબાધરૂપે રહી શકે છે.
શરીરથી અન્યત્ર યદિ સર્વવ્યાપી આત્મા માનીએ તો ગંદા સ્થાનમાં અને બીજાના દુઃખ સંવેદનમાં આપણા આત્માના પ્રદેશનું ભ્રમણ થતા આપણું મગજ હમેશા દુર્ગનો અને દુઃખનો અનુભવ કરનારો રહેશે પણ કેઈ કાળે પણ બીજાના દુઃખોનું સંવેદન આપણને થતું નથી, અને આપણા આત્માના પ્રદેશે ગંદા સ્થાને જતા નથી.
અંગૂઠા કે ખાના દાણું જેટલો આત્મા માનતા શરીરના કોઈ પણ સ્થાનમાં થતી વેદનાને આત્મા શી રીતે અનુભવ કરશે?
અને શરીરના કોઈ પણ ભાગમાં થતી વેદનાને અનુભવ આત્માને થાય છે માટે આત્મા અંગૂઠા પ્રમાણનો નથી પણ શરીરને પૂર્ણ પ્રદેશ સાથે આત્માના અસંખ્યાત પ્રદેશ ઓતપ્રોત થઈને રહેલા છે. .
(૬) રાપર મિન ને અર્થ આ પ્રમાણે છે કે પૂરા * બ્રહ્માંડમાં આત્મા એક જ હોઈ શકે નહી, પણ જેટલાએ ચેતનવંત શરીરે દેખાય છે તે સૌમાં આત્મા પણ ભિન્ન ભિન્ન છે.
સંસાર ભરમાં એક જ આત્માની માન્યતા કેવી રીતે શકય બનશે? અને જો એક જ આત્મા માનીએ તો બધાના શરીર, સુખ, દુઃખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મેહમાયા પણ એક સરખી હોવી જોઈએ, પણ આવો અનુભવ તે