________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
| [૪૮૫ કરિયાણાના વેચનાર ગૃહસ્થનું કોઈ માણસ કરિયાણું ચોરી જાય, તો તે કરિયાણાનું ગવેષણ કરનારને આરભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગે, પણ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ લાગે અને કદાચ ન પણ લાગે. ગષણ કરતાં એ ચેરાયેલું : કરિયાણું પાછું મળી જાય, ત્યાર પછી તે બધી ક્રિયાઓ પ્રતનુ થઈ જાય છે.
એક ગૃહસ્થ કરીયાણું ખરીદયું અને તેનું બહાનું આપ્યું, પણ તે ખરીદેલું કરીયાણું લઈ જવાયું નથી, બિચારા ભાગ્યશાલીઓને જે પોતાની જાતને સમ્યક્ત્વી માનીને બીજાઓને મિથ્યાત્વી માની બેઠા છે. બસ ! આવા જ વસ્તુતઃ ભયંકરમાં ભયંકર કમેં–પાપને બાંધીને આવતા ભવને બગાડી મૂકે છે. -
માટે જ ભગવતીસૂત્ર કહે છે કે
માનવ ! એ માનવ ! તુ વ્યક્તિવિશેષને રાગી બનવા કરતાં અરિહંતપદને, સિદ્ધપદને; આચાર્યપદને, ઉપાધ્યાયપદને અને સાધુપદને રાગી બનજે, જેથી તારું કલ્યાણ થશે અને સમાજને પણ અદ્ભુદય થશે.”
૫. અપમાન એટલે કે મુનિરાજે પ્રત્યે વિવેકપૂર્વક નહીં વર્તવું. આ પાંચ પ્રકારે જીવે અજ્ઞાન, માયા તથા મોહને વશ બનીને આવતા ભવને માટે પોતે જ પોતાના દુશ્મન બને છે. યદ્યપિ દાનના પ્રભાવથી લાંબું આયુષ્ય મેળવશે તે એ ગૃહસ્થાશ્રમમાં ઘણા દુઃખ, આર્તધ્યાન, મારામારી, બેલાચાલીપૂર્વક રીબાતા રબાતા મમ્મણ શેઠની જેમ જીવન પુરૂ કરશે.