________________
૪૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ૨. નિંદન એટલે મુનિરાજેની મનથી નિંદા કરવી એટલે “તમે તે આવા છે અને તમે તેવા છે: “શું કરીએ મહાવીર સ્વામીને વેષ પહેર્યો છે એટલે તમને ગૌચરી આપવી પડે છે. બાકી તે તમને આપવા જેવું નથી.
૩. ખિંસન એટલે કે ઓટલે બેસીને કે બીજે કયાંય બેસીને, ઉભા રહીને લોકેની સમક્ષ સાધુ મહારાજની નિંદા કરવી તે ખ્રિસન છે.
માનવ એટલે બધે અજ્ઞાની હોય છે કે પૌષધ લઈને બેઠા પછી, માળા ગણતાં ગણતાં પણ બીજા પૌષધાલાઓની સમક્ષ, બીજા સાધુ મહારાજોની તથા બીજી સંઘાડાઓની તથા બીજા ગચ્છના મુનિરાજોની અવહેલના કર્યા જ કરે છે અને પિતાનાં પૌષધ કંલકિત કરે છે. ૨૪ કલાકનું પૌષધ અને ૨ ઘડીનું સામાયિક કરનારા અજ્ઞાનીઓ જ પોતાનું પૌષધ અને સામાયિક ૩ર દોષથી ખરડાઈ નાખે છે. જે ગૃહસ્થને માટે ભયંકર પાપ છે.
૪. ગહણ એટલે કે મુનિરાજોની સામે જ તેમની નિંદા કરવી ગઈ છે. - પિતાની જાતને જ જૈન ધર્મના રસિયા. માનનાર કેટલાએ શ્રીમંતેને તમે સાંભળ્યા છે? તેઓ એમ કહે છે આ ફલાણા આચાર્ય જેવા તે મારા છપ્પન ઈચના કેટના ગજવામાં કેટલાએ પડયા રહ્યા હોય છે “આવા તે આચાર્ય હોતા હશે? ઉપાધ્યાયે એના ઘરના રહ્યા?” અમને તે અમારા પિળના, પાડાનાં, ઉપાશ્રયના મુનિઓ જ ગમે છે. બીજાઓ પાસે પૌષધ, પ્રતિક્રમણ અને કરેમિ ભંતે ઉચ્ચરવામાં અમારા સમ્યકૃત્વને ભાગો લાગે છે ધન્યવાદ છે આ