________________
૪૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ – અને જીવિતથી સર્વથા મુક્ત
વીવિકાનો વો
આ પ્રમાણે ફેકેલા બાણવાળા શિકારીને –
काइआओ, अहिगरणिआओ, पाउसिआओ, पारितावणिआओ पाणाइवायकिरिआओ.
અર્થાત્ કાયસંબંધી, અધિકરણ સંબંધી, દ્વેષસંબંધી, પરિતાપ સંબંધી, અને પ્રાણાતિપાત કરવાથી પચે કિયા. લાગે છે.
જેના જીવનમાં કોઈ પણ જાતને સંયમભાવ નથી તેવા. જીવને જ પાંચ ક્રિયાઓ લાગે છે. એમ સમજવાની ઉતાવલ કરશે નહીં!
“સંયમી જીવનમાં આવ્યા પછી પણ સ્વાધ્યાય બળ વિનાને ગમે તે સાધક પણ શુદ્ધ લેશ્યાઓને ટકાવી શકતો નથી, ત્યારે અશુદ્ધ વેશ્યાઓના દ્વાર ઉઘાડા જ હોવાથી તે સાધકનું શરીર સંયમિત રહેતું નથી, તેથી રેષમાં આવીને સંપૂર્ણ જીવરાશિને અભયદાન આપનાર રજેહરણ, ડુંડાસન વગેરે ઉપકરણે જ “અધિકરણ એટલે. બીજાઓને મારવા માટે ઉપયોગમાં આવી જતા વાર લાગતી. નથી. આ કાયિકી ક્રિયા અધિકરણિકી ક્રિયા થઈ. દ્વેષભાવ હોવાથી પ્રાષિકી ક્રિયા પણ થઈ બીજાને તાપ (દબાવી. દેવાની ભાવના) કરાવવાની વૃત્તિ હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ. અને દ્રવ્ય તથા ભાવ પ્રાણોને ઉપઘાત થવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા થઈ, આમ ગુરૂકુલવાસ વિનાને સાધક પણ પાંચે ક્રિયાઓને માલિક થતાં ઘણાં જ અશુભ અસાતાવેદનીય કમેને પ્રતિક્ષણે ઉપાર્જન કરે છે.” *