________________
૪૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
નીકળેલા લાખ ડમાંથી જે ખાણ ખન્યું છે તે લેાખડના જીવાને પણ પાંચે ક્રિયાએ લાગે છે. શંકા કરનાર કહે છે. કે જીવાના શેષ રહેલા પુદ્ગલાથી થતી પરપીડાને લઈને પણ જો પાંચે ક્રિયાઓ લાગતી હોય તેા (૧) સિદ્ધ ભગવતાના શરીરના પુદ્ગલા જે સોંસારમાં શેષ રહ્યા છે તે દ્વારા થતી પરપીડાને લઈને સિદ્ધ ભગવાને પણ ક્રિયાઓ લાગવી જોઈએ? શંકાના સમાધાનમાં આમ કહેવાયું છે કે સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પ્રાપ્ત કરતા પહેલા જ પેાતાના આત્માથી અતિરિક્ત બીજી બધીએ વસ્તુઓને વાસરાવી દે છે. એટલે કે નિર્વાણના સમયે, પેાતાના જીવન કાળમાં અથવા ગતભવામાં જે કઈ થયું હોય તેને જ્ઞાનપૂર્વક ત્યાગી દે છે, અર્થાત્ તે તે પૌલિક ભાવાને અને તેની વાસનાને સંપૂર્ણ રીત્યા છેડી દે છે, આ પ્રમાણે પુદ્ગલ સાથેના સબધ સવથા છૂટી ગયેલા હાવાથી તેમને ક્રિયાએ લાગતી નથી. ીજી શંકા આ છે કે, જીવાના શેષ રહેલા પુદ્ગલામાંથી અનેલા શસ્રો વગેરેથી થનારી જીવ હત્યાનું પાપ જેમ તે તે જીવાને લાગે છે, તેા પછી લાકડામાંથી બનેલા પાત્રા, તરપણી, ઉનમાંથી બનેલા–રજોહરણ, ચરવલા, કામલી વગેરે ધાર્મિક ઉપકરણોના ઉપયાગ મુનિરાજો કરે છે અને મુનિરાજેની સંયમ સાધનામાં તે ઉપકરણો સહાયક થાય છે તેા પછી આ પદાર્થાના મૂળભૂત જીવાને પુણ્ય બંધન પણ થતું હશે ?
જવાબ આપતા ટીકાકાર કહે છે કે, તેમને પુણ્ય ખંધન થતુ નથી, કેમ કે તે જીવાને પેાતાનુ શરીર છેાડતા પહેલા આવા સંકલ્પ હાતા નથી કે મારા શેષ રહેલા પુદ્ગલા સાધુ મહારાજાઓના સંયમ માટે ઉપકારક થાય! તે જીવા મિથ્યાત્વી હાવાના કારણે તેમને પુણ્ય ધન કરવાની સંજ્ઞા