________________
૪૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પાંચે ક્રિયાને ફરસે
કોઈ પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, પછી બાણને ગ્રહણ કરે; - સ્થાન ઉપર બેસે, બાણ ફેંકવાનું આસન કરી બેસે, બાણને ફે કે, તે બાણ આકાશમાં જે પ્રાણોને–ભૂતને–જીનેસરોને સામા આવતા હશે, તેમનું શરીર સંકેચી નાખે, તેમને કિલષ્ટ કરે, પરસ્પર સંહત કરે, થડો સ્પર્શ કરે, ચારે તરફથી પીડા કરે, એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય અને જીવિતથી શ્રુત કરે, તો તે પુરુષ કાયિકીથી લઈને ચાવત પ્રાણાતિપાતિકી–એમ પાંચે ક્રિયાને ફરસે છે. જે ભાવ અગ્નિના ભડકામાં તો રતિમાત્ર પણ ઉપકારવૃત્તિ હતી નથી આ કારણે જ ભગવાને કહ્યું છે કે –
માનવ ! એ માનવ ! સંસારના સ્ટેજ ઉપર આવતા પહેલા. તારા હૈયાને ગમના પ્યાલા પીવડાવીને ઠંડું કરજે. તારા મસ્તિષ્કને સમતાના લેપ દ્વારા શીતલ કરજે. તારી વાણીને હિતકારિણું અને મિઠ્ઠી બનાવજે. અને તારી પ્રવૃત્તિઓ ના કલ્યાણને માટે બનાવજે!
આત્મિક જીવને માટે ઉપર પ્રમાણેની પ્રાથમિક ટ્રેનિંગ • લીધા પછી જ બીજાઓને ઉપદેશ આપજે તે તેમાંથી સંસારને અમૃત મળશે. અને દેવની પરીઓ પણ તારા ગુણગાન કરશે.
- બસ એનું જ નામ માનવતા છે, તે સિવાય માનવત્યની કલ્પના વાંઝણું સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ, તથા સસલાને શિંગડા અલગાડવા જેવી સિદ્ધ થશે. .