________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી અવસ્થામાં તે વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સુધીની ક્રિયા લાગે અને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ લાગે કે ન પણ લાગે. અને ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. અને જે તે કરિયાણું ખરીદ કરનારે પિતાને ત્યાં આપ્યું હોય તે મોટા પ્રમાણુવાળી ચારે ક્રિયાઓ લાગે તેમાં પણ જે તે મિથ્યાદષ્ટિ હોય તે મિથ્યાદશનપ્રત્યયિકી કિયા લાગે. મિથ્યાદષ્ટિ ન હોય તે તે ક્રિયા ન લાગે.
પર ૭૩. બે વ્યક્તિઓમાંથી કેટ કેટલી ક્રિયાઓને માલિક છે? તે માટેના આ પ્રશ્નોત્તર છે.
૧. જેને ત્યાંથી કંઈ પણ ચોરાઈ ગયું છે તે. ૨. ચોરનાર માણસ.
નાની–મોટી, મૂલ્ય-અમૂલ્ય કઈ પણ વસ્તુ-પદાર્થ માટે રાગ તેના માલિકને હોય છે અને તે રાગને વશ થઈને તે વસ્તુ ચેરાઈ ન જાય તે માટે ૨૪ કલાક તેને જીવ ત્યાં જ ચૂંટેલે હોય તે સ્વાભાવિક છે કેઈ કારણે અમુક વસ્તુ પિતાના હાથે જ કયાંય મૂકાઈ જવાથી અથવા મશ્કરી તથા Àષવશ થઈ બીજો કઈ પણ માણસ તે વસ્તુને ઉપાડી જાય ત્યારે તે વસ્તુના માલિકના હૃદયમાં એટલે બધે આવેશ આવે છે કે, જેનાથી બધાય કામે છેડીને પણ તે વસ્તુને ગોતવા માટે આકાશપાતાળ એક કરી નાખે છે, આર્તધ્યાન પુષ્કળ વધી જાય છે. બેબાકળ થઈને આમતેમ ફેંદા ફેંદી કરી નાખે છે. તે સમયે તેને જીવાત્મા:
૧. આરંભિકી ક્રિયાને લઈને આમતેમ ગમનાગમન કરવાવાલે થાય છે. માટે આરંભિકી ક્યા લાગે છે. '