________________
૪૮૮ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ | (૨) ષવૃત્તિમાં આવીને પણ સામે વાળાની વસ્તુની ચારી કરાય છે. - (૩) વસ્તુ લેવાની ભાવના ન પણ હોય તો એ પૂર્વ ભવની આદતને લઈને બીજાની વસ્તુઓને એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવાની ભાવનાથી પણ વસ્તુની હેરફેર થાય છે.
(૪) વસ્તુના માલિક ઉપર કંઈક ઠેષ ભાવના હોવાથી પહેલા તે વસ્તુને એક સ્થાને સંતાડી દે છે. અને ગોતી. ગતીને તેને માલિક જ્યારે ખૂબ જ હેરાન થાય છે, ત્યારે તે વસ્તુને તે ભાગ્યશાળી યથાસ્થિત મૂકી દઈને તેના માલિકને જ ચોર તરીકે જાહેર કરવાની ભાવનાથી પણ વસ્તુની હેર ફેર થાય છે.
(૫) અને ચોરી કરવાની ભાવનાથી ચોરી કરાય છે. ઉપરના પાંચ કારણોને લઈને અદત્તાદાનના વિરમણ વિનાના માટે જ પૂર્વ ભવના કુસંસ્કાર, કુચેષ્ટા, તથા કુટેવને વશ થઈને માણસ બીજાની વસ્તુ માટે દાનત બગાડે છે.
પણ આવી આદતવાલા ભાગ્યશાલીને સમજવું જોઈએ કે આમ કરવાથી સામે વાળાને હાનિ થાય કે ન થાય પણ આપણા આત્માને તો ભયંકર હાનિ થયા વિના રહેતી નથી, આપણી કુટેના કારણે સામે વાળે જીવ ભયંકર કને ઉપાર્જન કરે, અને દુર્ગતિને માલિક બને, એથી આપણને મેક્ષ શી રીતે મળશે? અને મોક્ષની આરાધના સફળ શી રીતે બનશે? જ્યારે ત્યારે ખોવાયેલી વસ્તુના માલિકને– છેવટે હાર્ટ ફેલ થવાના સમયે પણ ખ્યાલ આવશે, કે, મારી