________________
૪૧૦ ]
[‘ભગવતીસૂત્ર સારસંગ્રહ પરે૫કારી માણસ મનુષ્ય અવતારને પામે છે. (વીરવિજયજી કૃત પૂજાની ત્રીજી ઢાલ)
દેવગતિને માટે ગ્યતા મેળવનાર જીવ.
વીતરાગ પ્રભુની શ્રદ્ધાપૂર્વક જલપૂજા કરનાર, નાની મેટી આશાતનાને ત્યાગી, પરમાત્માને પૂજક, સમતા પ્રધાન, શોક સંતાપના સ્થાને ત્યાગી, સાધુસાવીને ભાત પાણી આપનાર, ગુણીજન ઉપર રાગવાન, વ્રતને લઈને પાલન સમ્યક્ત્વને દીપાવનારે, યતનાપૂર્વક રહેનાર, અનું કપા રાખનાર, ગુરૂવન્દન ત્રણે કાળ કરનાર, પંચાંગ્નિ સાધનાર, બાલ તપસ્વી વગેરે છ દેવગતિને માટે યોગ્ય છે. આ પ્રમાણેનું આયુષ્ય બાંધ્યા પછી જ પોતાને ચાલુ ભવ સમાપ્ત કરીને બીજા અવતારને આ જીવાત્મા પામે છે.
નરકગતિનું આયુષ્ય બાંધ્યા પછી યથાગ્ય સાતે નરકમાંથી ગમે તે નરકે જશે.
તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી યથાયોગ્ય એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી ગમે ત્યાં જન્મશે. દેવગતિનું આયુષ્ય બાંધ્યા પછી યથાર્યોગ્ય દેવની ચારે નિકામાં જશે. મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી સંમૂચ્છિમ અથવા ગર્ભજ મનુષ્યના અવતારને પામશે. મનુષ્ય અને તિર્યંચને જન્મ બે પ્રકારે
૧. ગર્ભજ.......૨. સંમૂર્ણિમ. આ પહેલા પ્રકારના જન્મમાં ગર્ભની આવશ્યકતા અવશ્ય રહે છે. એટલે માતાપિતાના તથા નરમાદાના મૈથુન કમને લઈને મિશ્રિત થયેલા શુક્ર–શેણિતમાં જીવ જ્યારે ગર્ભમાં