________________
શતક-૫ મું ઉદ્દેશક–૪]
[૪૧૯ પુરુષવેદને નશો ચડ્યા પછી અને મનગમતા મેજશેખ માણ્યા પછી પણ માણસ જેને કામના સુખ નથી મલ્યાં તેમના ઉપર હસતા વાર લગાડતું નથી.
અને સ્ત્રીવેદમાં ભાન ભૂલેલી સ્ત્રી, વાંઝણું સ્ત્રીને, કન્યાને તથા વિધવાને જોઈને હસતી જ રહે છે.
નપુંસકવેદમાં રહેલા માણસો બીજાઓને પોતાના તરફ આકર્ષવા માટે હસતા જાય છે. તાલીઓ પાડતા જાય છે લટકા–મટકા કરતા જાય છે. હસવું સારું છે કે ખેડું? –
સ્વાભાવિક હસવું શારીરિક દષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે પણ આધ્યાત્મિક દૃષ્ટિએ સારું નથી. કેમકે સંસારનાં ઘણાં એવાં કાર્યો છે કે જેમાં આપણે લાભ અને હાનિ તથા રાગ અને દ્વેષથી સંકળાયેલા છીએ. જેમકે સામાયિકમાં સમભાવસ્થ અને વિરતિ પ્રત્યેની અભિલાષક ભાવિતાત્મા
જ્યારે પિતાના પુત્ર કે મુનિમ પાસેથી “ફલાણા વ્યાપારમાં પાંચ લાખને ફાયદો થયો છે” અમુક કેસ આપણા પક્ષમાં આવી ગયે આ સમાચાર સાંભલ્યા પછી માળા ગણતે પણું તે ભાવુક મલકાયા વિના રહેતું નથી અને હસવાને અર્થ એટલે જ છે કે પાંચ લાખના ફાયદામાં અને કેસ આપણા પક્ષમાં આવ્યું. તેનું અનુમોદન આપણે કર્યું, કેમકે હસ્યા એટલે અનુમોદન થઈ જ જાય છે.
યદ્યપિ. વિ વિવિ ....પાકને લઈને શ્રાવકને પિતાના વ્રતમાં અતિચાર ભલે ન લાગે, તેઓ હસવું એ બે ઘડીના આધ્યાત્મિક જીવનમાં ચંચલતા તે જરૂર લાવશે.