________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ વિમાનના જે દેવો જે અર્થ, હેતુ, પ્રમ, કારણ, વ્યાકરણને પૂછે છે, તેના ઉત્તર આપે છે અને અહિંથી અપાએલા ઉત્તરને ત્યાં રહેલા દેવ જાણે છે ને જુએ છે. કારણ કે તે દેવેની અનંતી મને દ્રવ્ય વર્ગણાઓ પ્રાપ્ત છે. એ અનુત્તર વિમા નના દેવે ઉપશાંત મેહવાળા છે. ઉદીર્ણ-હવાળા કે ક્ષીણ મેહવાળા નથી.
કેવલી ઈન્દ્રિયો દ્વારા જાણતા કે જેતા નથી. કારણ કે કેવલી મિત પણ જાણે છે ને અમિત પણ જાણે છે. કેવલીનું દર્શન એ આવરણ રહિત છે.
દેવનિકાયના દેવે પણ રાગ-દ્વેષવાલા હોવાના કારણે તેમની ભાષા પણ પ્રામાણિક હોતી નથી. કેમકે દેવતાઓના જ્ઞાનને પણ અવધિ હોય છે એટલે અધુરાપણું હોય છે માટે આ અધુરે જ્ઞાની બ્રહ્માંડના બધાએ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે તેમ નથી. તેથી અરિહંત દેવેનું શ્રી મુખે પ્રકાશિત વચન જ સમ્યગ જ્ઞાન છે. આગમનાં ત્રણ પ્રકારે છે.
૧ આત્માગમ. ૨ અનંતરાગમ. ૩ પરંપરાગમ. અર્થની અપેક્ષાએ તીર્થકરને આત્માગમ હોય છે. ગણધરને અનનરાગમ હોય છે.
ગણધરના શિષ્યોને પરંપરાગમ હેાય છે. આ સૂત્રની અપેક્ષાએ ગણધરેને આત્માગમ હોય છે.
ગણધરના શિષ્યને અનંતરાગમ હોય છે. અને તેમના શિષ્યને પરંપરાગમ હોય છે.
હવે અનુમાન અને ઉપમાન પ્રમાણ પણ અનુયાગદ્વાર સૂત્રથી જાણી લેવું. (જે પૃષ્ઠ ૨૧૧ થી ૨૧૯ સુધી છે.)