________________
૪૭૦ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ અ૫-લાંબા આયુષ્યનું કારણ
આ પ્રકરણમાં જેનું લાંબું-ટૂંકુ આયુષ્ય, ક્રિયાવિચાર, અગ્નિકાય, ધનુષ્યવાળા પુરુષની કિયા, નરયિકો આધાકર્માદિ આહાર, આચાર્ય-ઉપાધ્યાયનાં ભવગ્રહણો, મૃષાવાદીનું કર્મ–વગેરે બાબતો છે. સાર આ છે –
જીવ ત્રણ કારણથી થોડું જીવવાના કારણરૂપ કર્મ બાંધે છે. પ્રાણને મારીને, ખોટું બોલીને અને તથારૂપ શ્રમણ બ્રાહ્મણને અપ્રાસુક અને અષણીય ખાન-પાન વગેરે આપીને. આથી ઊલટું પ્રાણને નહિં મારીને, ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ વા બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય ખાન પાનાદિ પદાર્થો આપીને લાંબા કાળ સુધી જીવવાના કારણ ભૂત કર્મને બાંધે છે. આમાં પણ ઉપરની ત્રણ અશુભ ક્રિયાઓ સાથે જે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણની હીલણાં, નિદા, ફજેતી, અપમાન વગેરે કરવામાં આવે તે અશુભ રીતે લાંબા કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે અને પ્રાણને નહિં મારીને, ખોટું નહિં બેસીને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને પર્યું પાસી, મઝ, પ્રીતિકારક, અશન પાનાદિ આપવામાં આવે તે શુભ પ્રકારે લાંબુ આયુષ્ય ભેગવવાનું કર્મ બાંધે છે.
૭૨. જન્મેલે માણસ દુઃખી છે, તેમજ દુઃખની રાશી પણ હજારે પ્રકારની છે, જ્યારે સુખ અને તેના સાધને તે વિજલીના ચમકારા જેવાં ક્ષણભંગુર છે અમુક માણસ સુખના સાધનો હોવા છતાં પણ દુઃખી કેમ છે? લક્ષાધિપતિના ઘરમાં જ છેઃ ખાવા માટે શીરે છે, બદામ છે, પીસ્તા છે, કેશરીયા દૂધ છે, છતાં એ બે વર્ષને, પાંચ, પશ્ચીશ, વર્ષ થઈને જ કેમ મરી ગયે? ગર્ભમાં હતું ત્યારે જેની