________________
૪૭૮ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ જ વાતને ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજીની સાક્ષી આપી દઈએ “જ્ઞાનવાવિયોમૂઢ સત્યમેવ વત્તિ ” એટલે કે જ્ઞાન અને ચારિત્રનું મૂલ જ સત્ય વચન છે અને ભગવાન ભાષ્યકારના વચનને અનુવાદ કરીને કહીએ તો જ્ઞાન સાથે સમ્યગૂ-દર્શનનું પણ ગ્રહણ સમજી લેવાનું છે. સમ્યગ્ગદર્શન વિના સમ્યજ્ઞાન અને ચારિત્ર નથી, માટે ત્રણે રત્નોની પ્રાપ્તિનું મૂલ સત્ય વચન જ છે.
જ્ઞાનવિષ્ય ” જ્ઞાનમાં દર્શન પણ લેવું અને ચારિત્ર (કિયા) એટલે સત્ય ધર્મ લે. - સત્ય જીવન વિના ચારિત્રની આરાધના અધૂરી છે, સાવ અધુરી છે. કેમ કે અહિંસા ધર્મથી આરાધના માટે જ બીજા વતેને પાળ (વાડ) તરીકે અનિવાર્ય રૂપે માન્યા છે એમાં પણ સત્યવ્રત જે તૂટી જાય તો બીજા વ્રતે શી રીતે ટકશે?
એક બાજુ સંસારભરના પાપ અને બીજી બાજુ અસત્ય ભાષણનું પાપ. એ બંનેની સમાનતા જે કરવી હોય તે અસત્યનું પાપ સૌથી વધારે અને પ્રતિકાર વિનાનું પાપ છે.”
. || આ બધી વાતનું ધ્યાન રાખીને દિવ્ય જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે અસત્ય બોલનાર અલ્પાચુકી હોય છે. જીવનમાં “આત્મધર્મ” ની પ્રાપ્તિ જે થઈ ગઈ હોય તે સંસારના કેઈ પણ પદાર્થને માટે તે ભાગ્યશાળીને જુઠ બોલવાનું રહેતું નથી. . . ' ' આત્મધમી જીવ આડંબર વિનાનો જ હોય છે, કેમ કે આડંબર ભર્યા જીવનમાં જૂઠ, પ્રપંચ, માયામૃષાવાદ,