________________
૪૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પામે નહી. શિયળ ખંડિત સ્ત્રીને જ્યારે ધર્મનું ભાન થાય છે ત્યારે જે સ્થાનમાં શિયળ ખંડાયું છે તે સ્થાન, તેને માલિક, અને શિયળ ખંડિત કરનાર પુરુષ, આ ત્રણે તેના દુશ્મન બનશે.
કેમકે તે સમયે તેના મુખમાંથી ઉદ્ગારે નિકળશે કે - “ભાડમાં જાય તે ધર્મસ્થાન જ્યાં મારૂં શિયળ લુંટાણું.” સત્યાનાશ જાએ આ માણસને જેના કારણે મારી આ દશા થઈ. “પરમાત્માએ તેમને મૂંગે રાખે છે તે સારૂ થાત જેથી મારે જેલમાં જવું ન પડત.”, - ઈત્યાદિક શ્રાપથી ભરેલા શબ્દોની અસર જ્યારે આપણા જીવનમાં સર્જન પામશે ત્યારે પૂર્વભવના હિંસક જીવનમાં લીધેલા શ્રાપ, દુઃખોના પહાડો રૂપે જ્યારે સામે આવશે. ત્યારે આપણને હેરાન હેરાન કરી મૂકશે. ઘણા શ્રાપના ભારથી દબાઈ ગયેલા માનવે જ આપણા માટે ઉદાહરણરૂપે પ્રત્યક્ષ છે. માટે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “હિંસક જીવન શાપ છે, અને અહિંસક જીવન આશીર્વાદ છે.”
હિંસક માણસ આવતા ભવને માટે અલ્પાયુષ્યને સ્વામી થશે. કેમકે શાપગ્રસ્ત માનવ સુખને ભેગવી શકતે નથી.
૨. જૂઠું બોલનાર પણ અલ્પાયુષી થાય છે. કેમકે જૂઠ અને હિંસાને ઘનિષ્ઠ સંબંધ છે. હિંસક માણસ જૂઠ બોલનારે જ હોય છે અને જૂઠો માણસ હિંસક જ હોય છે. - હિંસક માણસની ભાવલેશ્યાઓ જેમ ખરાબ હોય છે, તેમ જૂઠ બેલનારની પણ લેશ્યાઓ ખરાબ જ હોય છે, અને તેમ થતા કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા જેના રંગે