________________
શતક–૫ મું ઉદ્દેશક-૫]
[૪૬૭ | શુભ દિવસ, નક્ષત્ર, તારા, મૂહૂર્ત, લગ્ન નવમાંશ ચઢતે ઉત્સાહ વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરવી જોઈએ. - તે સમયે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિરાજને ચન્દ્રબળ હેવું અન્યન્ત આવશ્યક છે. તથા મૂર્તિ સ્થાપન કરનાર ગૃહસ્થને ગેચરમાં સૂર્ય તથા ચન્દ્રની શુદ્ધિ, તારા બળ અને ગુરુની શુદ્ધિ તેવી નિતાન્ત આવશ્યક છે. ગમે તેવા સારા મુહૂર્તી અને ગે પણ જે ગેચર પદ્ધતિને અનુકૂલ નહી હશે તે પ્રતિષ્ઠાપકને હાનિ થયા વિના નહી રહે. માટે ગમે તેવા સારા કાર્યોના મુહૂર્તો કઢાવતા પહેલા ગોચર શુદ્ધિનું – ધ્યાન અવશ્યમેવ રાખવું જોઈએ.
ગોચરમાં ગુરૂ અશુદ્ધ હોય તો ૧૨ મહિને રાશિ બદલ્યા પછી જ સારા કાર્યો કરવા તેમજ ચન્દ્રબળે કનિષ્ટ હશે? તે ગમે તે રાજગરવિયાગ, અમૃત-સિદ્ધગ પણ ફળપ્રદ થશે નહી. તે રીતે સૂર્યની અશુદ્ધિ પણ નડ્યા વિના રહેશે નહી. માટે બધું સારી રીતે જોવડાવીને પછી પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિષ્ઠા સૌને માટે કલ્યાણપ્રદ હોય છે. હવે કઈ રાશિવાલા ગૃહસ્થને કયા ભગવાન શુભ, અતિશુભ, મધ્યમ તથા અશુભ રહેશે. તે કોષ્ટક દ્વારા સમજીએ.