________________
૪૪૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ રૂપી અગ્નિમાં મોહ કર્મ સવથા બળી ગયા પછી કેવળજ્ઞાન થાય છે. માટે જ તેમનું વચન આગમ' કહેવાય છે. જે પ્રમાણભૂત છે. જેનાથી માણસમાત્રને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ ઉપચારથી આપ્તવચન પણ આગમ કહેવાય છે. કથનીય વસ્તુની યથાર્થતાને જાણે અને તેજ પ્રમાણે કથન કરે, તે જ આપ્ત કહેવાય છે. અને તેમનું વચન જ -અવિસંવાદી હોય છે કેમકે તેમનાં વચનમાં કયાંય રાગ નથી. વિસંવાદ નથી, કેવળ જીવ માત્ર કર્મબંધનની છુટે અને મેક્ષઅવસ્થાને પામે એજ એક તથ્ય છે.
વિસંવાદિ વચન, રાગાત્મક અને દ્વેષાત્મક જ હોય છે. માટે પ્રમાણ હોઈ શકે નહીં. અયથાર્થ વચન સ્વપ્રકાશક પણ નથી તે પરપ્રકાશક શી રીતે હોઈ શકે? આવી અવસ્થામાં માણસ માત્ર જે અનાદિકાલીન કર્મવાસનાઓથી ખરડાયેલ છે તેને હિંસા, જૂઠ ચોરી, મૈથુન અને પરિગ્રહ તથા માંસ ભેજન, શરાબપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપજનક કર્મોથી કોણ બચાવશે? માટે અવિસંવાદિ વચનને બેલનારા જ આપ્ત કહેવાય છે. લૌકિક અને લોક-ત્તર ભેદથી આપ્ત બે પ્રકારના હોય છે લૌકિક આપ્તમાં પિતા, માતા, માસ્તર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે કેત્તર આપ્તમાં તીર્થંકર પરમાત્માઓને સમાવેશ થાય છે. આપ્ત માત્ર શરીરધારી જ હોય છે, જયાં શરીર છે ત્યાં મુખ, નાક, હેઠ, દાંત, કંઠની વિદ્યમાનતા છે. તેથી શબ્દ, પદ તથા વાકયેની સુન્દર રચના વડે ઉપદેશ આપી શકાય છે. શરીર વિનાને માનવ ઉપદેશ શી રીતે આપી શકશે? કેમકે તેમને મુખ દાંત વગેરે નથી હોતા, તેવી અવસ્થામાં શબ્દોચ્ચારણ પણું શી