________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૪૫ થાય છે આ જ્ઞાનમાં સંયમશુદ્ધિ મુખ્ય કારણ છે. અને સંપૂર્ણ કર્મોની ક્ષય કરવાની સામગ્રી વિશેષથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થતાં, દ્રવ્ય તથા તેમના અનંત પર્યાને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાન જ છે.
આ જ્ઞાનની ઉત્પત્તિમાં મહકર્મના સંપૂર્ણ આવરણે સર્વથા નાશ પામે છે, ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના આવરણને વિચ્છેદ થતાં કેવળજ્ઞાન થાય છે. - જેમને કેવળજ્ઞાન થાય છે તે અહંન, સર્વજ્ઞ, વીતરાગ કહેવાય છે. એ અરિહંત ભગવંતે જ સર્વથા નિર્દોષ હોય છે. તેમનું વચન પ્રમાણાબાધિત હોય છે. આ કેવળજ્ઞાનને કવળાહાર સાથે પણ વિરોધ નથી. કેમકે આપણે ખાઈએ છીએ ત્યારે જ આપણું જ્ઞાન સ્કૂરાયમાન રહે છે. તે પછી કેવળજ્ઞાનને કવળાહાર સાથે શા માટે વિરોધ હોય?
આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વાત કર્યા પછી હવે આગમના પ્રમાણ માટે પણ વિચાર કરી લઈએ. યથાર્થ વકતા એટલે જે વસ્તુ જેવા પ્રકારે છે તેને તે જ પ્રમાણે કહેનાર વ્યક્તિ રાગ-દ્વેષથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. - રાગ-દ્વેષ-હિંસા-જૂના સેવનારા તથા પિતાની ધર્મ પત્નીને સાથે રાખનારા વાનપ્રસ્થાશ્રમીએ, જેઓ સ્નાન વગેરે કરવામાં, પુષ્પોની માળાના પરિધાનમાં મસ્ત રહેનારો
ગીઓ છે. તે હિંસામાં લપટાયેલા હોવાથી મહેકમી છે, અને જ્યાં મેહકમ છે ત્યાં યથાર્થ વકતૃત્વ સંભવી શકે તેમ નથી. માટે સધ્યાનરૂપી પવનથી ઉક્તિ થયેલી તપશ્ચર્યા–