________________
૪૪૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ શક્તિ છે કે પોતેજ પિતાના “દ રૂપ સામાન્યનું અને “લાલરંગ' વગેરે વિશેષને બંધ કરાવી આપે છે. જે સવને અનુભવ ગમ્ય છે. તેવી રીતે જ્ઞાન આત્માને જ ગુણ હેઈને અનાદિનિધન છે. સૂર્યને કે દીવાને જોવા માટે બીજા સૂર્યની કે દીવાની આવશ્યક્તા નથી. તેમ આ જ્ઞાન પણ સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત છે.
આ પ્રમાણુના ચાર ભેદ છે.
૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ આગમ. આમાંથી પ્રત્યક્ષ પ્રમાણમાં બે પ્રકારે છે.
૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, ૨, પારમાર્થિક પ્રત્યક્ષ.
પહેલામાં ઈન્દ્રિયાવરણ કર્મના પશમથી સ્પર્શેન્દ્રિય સ્પર્શને, રસનેન્દ્રિય રસને, ઘાણેન્દ્રિય ગન્જને, ચક્ષુરિન્દ્રય રૂપને અને શ્રવણેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે. જે મતિજ્ઞાન અને કૃતજ્ઞાન રૂપે બે ભેદે છે. પારમાર્થિક પ્રત્યક્ષને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષ વશમથી અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી મન:પર્યવ જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે. અવધિજ્ઞાન દેવ અને નારકને લઈને ભવ પ્રત્યય હોય છે. જ્યારે તપશ્ચર્યા અને સમ્યગદર્શનાદિને લઈને મનુષ્ય તથા તિર્યંચ પ્રાણીને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે. જે રૂપવાન દ્રજોને જ ગ્રહણ કરી શકે છે. જેને વર્ણ –ગંધ–રસ અને ૫શ હોય તે રૂપી પદાર્થ કહેવાય છે. સંયમની વિશુદ્ધિને લઈને આ કર્મના આવરણ ક્ષપશમ પામતાં જ મને દ્રવ્ય તથા તેના પર્યાયાને ગ્રહણ કરનાર મન:પર્યવ જ્ઞાન