________________
કર]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ * પિતાને અંગત મિત્ર કેઈ પરસ્ત્રીને અથવા સ્વસ્ત્રીને લઈને ફરવા ગયા હોય અને આપણે સામે મલીએ ત્યારે મિત્ર પરના ઉપકારને લઈને કે રાગને લઈને આંખમાં હસીએ છીએ. આ હસવાનું તાત્પર્ય જ સૂચવી આપે છે કે મિત્રની પ્રક્રિયા માટે આપણે અનુમોદન કર્યું. આપણા શત્રુ ઉપર કેઈએ હુમલો કર્યો હોય અને આ વાત જેની પાસેથી આપણે સાંભલીએ છીએ ત્યારે પણ “કાંટાથી કટ ની કલ્યા” આ ન્યાયે પણ આપણે હસ્યા વિના રહેતા નથી. શત્રુ પ્રત્યે ઠેષ હોવાને કારણે આ હાસ્ય પણ Àષાત્મક છે. ઈત્યાદિ અગણિત પ્રસંગમાં આપણે સૌ છઘ કયાંય રાગવશ, ક્યાંય Àષવશ, કયાંય લોભવશ, અને કયાંય કુતૂહલવશ થઈને હસીએ છીએ. આવું હસવું ભલે સ્વાભાવિક અને અનિવાર્ય હોય તે પણ આપણું શાંત ચિત્ત ડોળાયા વિના અને ઘડી આધી ઘડી વિકથા કર્યા વિના રહેતું નથી. જ્યારે બીજા પ્રકારના હાસ્યમાં વૈકારિક ભાવ હોય છે. જેથી હસવામાં કયાંય કુરતા, વૈરભાવ, વ્યંગ્ય, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ અને શત્રુના નાશ માટેને આનન્દ ઈત્યાદિક હાસ્ય, પ્રકારમાં વેશ્યાઓની ખરાબી જ કામ કરે છે. તથા આત્મ પરિણામ કિલષ્ટ, દ્વેષાત્મક તથા વૈરાત્મક હોય છે, માટે જ હસવાવાલે અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરવાવાલો આઠ પ્રકારના કર્મો બાંધે છે. આ બંને પ્રકારના હાસ્યમાં સમ્યગ્રજ્ઞાનને અથવા સમિતિ, ગુપ્તિધર્મને અભાવ ચોક્કસ હોય છે. માટે જ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે છદ્મસ્થ માણસ હસે છે અને ઉતાવળ કરે છે. આ બંને ભાવે. જ્યાં સુધી છે ત્યાં સુધી છવસ્થતા મટી શકે તેમ નથી.
સંસારને કેઈ પણ પદાર્થ આપણને વૈકારિકભાવમાં