________________
૪૨૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જીવની દનશકિતના, દશ નના સાધનાના અન્તરાય. નિદ્ધવ, માસ, આસાદન અને ઉપઘાત કરે છે ત્યારે દર્શનાવરણીય કની ઉપાર્જના થાય છે. તેને લઈને જ આ ભવમાં તે સાધકને ચક્ષુ—–અચક્ષુ અવિષે તથા કેવળ દશનમાં આછાપણુ રહે છે. અને સામાન્ય જ્ઞાન મેળવવામાં પણ ચક્ષુ તથા મન સહિત બીજી ઈન્દ્રિયામાં પદાથ જ્ઞાન પ્રત્યેની કમજોરી રહે છે.
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્ત્યાનદ્ધિ આ પાંચે પ્રકૃતિએ દશનાવરણીય કને લઈને હાય છે, જે આત્માને માટે સઘાતીરુપે કામ કરે છે. અર્થાત્ આત્માની મૂળ શક્તિને આવરી લે છે. જ્યારે આ જીવને સારા કાર્યાં કરવાની તક મલે છે ત્યારે નિદ્રાની સવારી આવતાં સારા કાર્યાંથી તે જીવાત્મા વહેંચિત રહે છે. અને નિદ્રાદેવીના ખાળે પેાતાનું અમૂલ્ય જીવન બરબાદ કરે છે. આળસ અને તન્દ્રા (ઓકુ)ને આધીન થઈને માણસ જાણીબુઝી નિદ્રાને આમંત્રણ આપે છે.
નિદ્રા—એટલે જેનાથી માણસ સુખપૂવ ક જાગી જાય છે. નિદ્રાનિદ્રા જેના પ્રભાવથી ઊંઘતા માણસ બહુ જ મુશ્કેલીથી જાગે છે, એને ઉઠાડવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે.
પ્રચલા–એટલે જેનાથી ઉભાં ઉભાં અથવા બેઠાં બેઠાં ઊંઘ આવે. ઘણા ભાગ્યશાળિએને જોઇએ છીએ કે તેઓ બેઠા બેઠા માળા ગણતા જાય અને ઊંઘતા જાય છે. કોઈક સમયે આત્મામાં પુરુષાથ જાગે છે ત્યારે ઉભાં ઊભાં માળા ગણવાના ભાવ થાય છે. પણ પુરુષાથ એછે અથવા