________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ - જ્યારે પદાર્થને કોઈ પણ પ્રકારે નિર્ણય કરવાની ક્ષમતા નથી રહેતી તે અનધ્યવસાય કહેવાય છે, જે અપ્રમાણ છે.
પદાર્થના પરિજ્ઞાનમાં સૌથી પહેલા “અવગ્રહજ્ઞાન થાય છે. જેથી એટલે નિર્ણય થાય છે કે “સામે વાલે પદાર્થ હું ડું” નથી પણ માણસ જ છે. અને ત્યાર પછી ઈહા'જ્ઞાનમાં સામે વાલે પદાર્થ રાજસ્થાની જ છે. આ નિર્ણય થાય છે. પણ અવગ્રહ અને ઈહાની વચ્ચે મતિજ્ઞાનાવરણીય કર્મના ઓછા ક્ષપશમને લઈને સંશય થાય છે કે આ કેણ હશે? રાજસ્થાની હશે? કે ગુજરાતી હશે?
જીભ ઉપર પડેલે રસ “લીંબુને હશે કે મસબીને હશે? ઈત્યાદિક સંશય જ્ઞાન થવાના કારણે એક કોટી પણ નિર્ણય કરી શકાતી નથી.
જ્યારે વિપરીત જ્ઞાન મિથ્યાત્વમેહ તથા પૂર્વગ્રહને લઈને થાય છે અને અનધ્યવસાય જ્ઞાન ઇન્દ્રિયની પટુતાને તથા લબ્ધિ ભાવેન્દ્રિયના ક્ષાપક્ષમના અભાવે થાય છે. માટે પદાર્થનું જ્ઞાન નહી કરવાના કારણે સંશયાદિ પ્રમાણ ન હોઈ શકે–તેથી જ્ઞાનમાં સમ્યગુ, યથાર્થ અને સ્વર વ્યવ સાથી વિશેષ સાર્થક છે.
આત્માના બધાએ ગુણમાં સૂર્યની જેમ સ્વપર પ્રકાશક ગુણ કેઈ હેય તે તે જ્ઞાનગુણ જ છે. જે પોતે પોતાને તો તે પ્રકાશિત કરે જ છે પણ સંસારના બધા દ્રવ્યને અને પર્યાને પણ પ્રકાશિત કરે છે. માટે જ જૈન દર્શનકારોએ સમ્યગૂજ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. પૌગલિક પદાર્થ કે પણ એ છે જ નહી જે વપર પ્રયાશક હોય