________________
શતક-પમું ઉદ્દેશક-૪]
[૪૩૯ પતિ આ ન્યાયને લઈને આખુ જીવન સંશયમાં જ પૂરું થાય છે, જીવનમાં કંઈ પણ નિર્ણય નહી થવા દેવાની શક્તિ સંશયજ્ઞાનમાં છે માટે જ પ્રામાણિક નથી.
જ્યારે સમ્યગ્રજ્ઞાન પદાર્થમાં રહેલી “કેટીને સ્પષ્ટરૂપે સ્પર્શ કરે છે. અને તે આ પ્રમાણે એક જ મનુષ્યમાં પોતાના પુત્રને લઈને “પિતૃત્વ ધર્મ રહે છે અને પિતાની અપેક્ષાએ “પુત્રત્વ ધર્મ પણ વિદ્યમાન છે. આમ એક જ પદાર્થ ઘણા ધર્મોથી (ગુણેથી) અને પર્યાએથી યુક્ત હોય છે.
ઘડો એ માટી દ્રવ્યને પર્યાય છે, અને પર્યાયરૂપ ઘડામાં માટી એ દ્રવ્ય છે. કંઠી સુવર્ણ દ્રવ્યને પર્યાય છે. આમ પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક અવસ્થાઓ હોવા છતાં સંશય જ્ઞાન દ્રવ્ય અને પર્યાયનું મિશ્રણ નિર્ણય કરી શકે તેમ નથી.
વિપરીત જ્ઞાન પણ પ્રમાણ નથી કેમકે પદાર્થ જે સ્વ. રૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે.
જેમકે આત્મા તન્યસ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ જોક્તા, સ્વદેહપરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને પૌગલિક અદણવાનું છે. છતાં પણ વિપરીત જ્ઞાનને કારણે તૈયાયિકો આત્માને જડ સ્વરૂપે માને છે, ફૂટસ્થ નિત્યવાદી સાંપે આત્માને અપરિણામી માને છે. તથા કર્તા અને ભક્તા નથી માનતા, નૈયાયિકે આત્માને શરીર વ્યાપી નથી માનતા, અદ્વૈતવાદિઓ વ્યાપક માને છે અને તૈયાયિકો અદષ્ટ ને પિગલિક નથી માનતા.