________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૩૭ ચન તત્ પ્રમાણ” અર્થાત સંશયાદિ રહિત પદાર્થ જેનાથી જણાય તે પ્રમાણે કહેવાય છે. “જ્યા પ્રમાણ-અથાર્થજ્ઞાન પ્રમાણ અને “વપરચવનાર નં પ્રમાણ” આ અને બીજા પણ પ્રમાણના લક્ષણ કરનારના સૂત્રોને અભિપ્રાય એક જ છે કેઃ મિથ્યાજ્ઞાન–સંશયજ્ઞાન-વિપરીતજ્ઞાન, ઇન્દ્રિયસન્નિકર્ષજ્ઞાન પ્રમાણ હોઈ શકે નહી. કેમકે તે લક્ષણે વાલા પ્રમાણમાં પદાર્થના સત્ય સ્વરૂપને નિર્ણય કરવાની મુદ્દલ શક્તિ નથી, અને લક્ષણ યદિ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોય તો લક્ષણ એકવાર નહી પણ હજાર વાર જૂઠું છે.
જે પ્રમાણથી સત્ય અને સમ્યગજ્ઞાન ન થાય તેવા પ્રમાણે, અનુમાન અને વિતંડાવાદ અને તેમનાં ગૂંથેલાં શાસ્ત્રો આપણા જીવનને સત્યજ્ઞાનને પ્રકાશ આપી શકતાં નથી.
(૧) તેથી જ આત્માને પણ સાક્ષાત્કાર કરી શકાતું નથી.
(૨) આત્માને ઓળખ્યા વિના પરમાત્માની ઓળખાણ પણ અસંભવ છે.
(૩) તે વિના હિં જૂઠ, ચોરી, કુકર્મ અને પરિ. ગ્રહની માત્રા છુટી શકે તેમ નથી.
(૪) તેમ થતાં માયામાં બંધાયેલે જીવ મોક્ષ મેળવી શકે તેમ નથી. - (૫) અને મોક્ષ મેળવવાને પુરૂષાર્થ ન મેળવી શકયા તે હજારો શાસ્ત્રો-વિતંડાવાદો પણ આપણું કલ્યાણ કરાવી શકે તેમ નથી.