________________
શતક–પમું ઉદ્દેશક–૪]
| [૪૨૩ ચેતના જાગ્રત નહીં રહેવાના કારણે ઉભાં ઊભાં પણ ઉંધ્યા વિના રહી શકતા નથી.
પ્રચલા પ્રચલા -એટલે ચાલતા ચાલતા ઊંઘતા જાય. જેમ ચક્રવતીને ઘડે. પશુઓ પણ ચાલતાં ચાલતાં ઊંઘે છે.
સત્યાનદ્ધિ – આ નિદ્રા એટલી બધી જબરદસ્ત હોય છે. કે દિવસનાં ચિંતવેલાં કાર્યો રાત્રે ઊંઘમાંથી ઉઠીને કરે છે તે પણ આ ભાઈસાહેબને ખબર પડતી નથી, આ નિદ્રામાં પ્રથમ સંઘયણ જેટલું અને વાસુદેવનાં અડધા બલ જેટલી શક્તિ હોય છે અને વર્તમાનકાળમાં જે બળ હોય તેનાથી સાત આઠગણું વધારે બેલ આ નિદ્રામાં હોય છે. આવા પ્રકારની નિદ્રા છદ્મસ્થને હોય છે. પણ કેવળજ્ઞાનીને હતી નથી. કેમકે તેમનું દર્શનાવરણીય ઘાતીકમ સમૂળ નાશ પામેલું જ હોય છે. જ્યારે છદ્મસ્થ માણસ પાસે કંઈ પણ કામ નથી. બીજાનું કામ કરવા માટેની મુદ્દલ ઈચ્છા થતી નથી. પરોપકારી જીવનનું શિક્ષણ જરાપણ નથી. આત્મતત્વ ઓળખવાની માથાકૂટમાં પડતું નથી. ઈશ્વરની અનંત શક્તિ પ્રત્યે પણ જે બેદરકાર છે.
સંસારની મોહમાયામાં પૂર્ણ આસક્ત છે, તે માટે ખાવું. પીવું અને મોઝશોખ કરવા સિવાય આ જીવાત્મા પાસે બીજે એક પણ વ્યાપાર ન હોવાના કારણે નિદ્રા જ તેમને માટે આરાધ્યા રહે છે. આવાઓના મગજમાં જડતા હોય છે. બુદ્ધિમાં તામસિકતા હોય છે. સ્વભાવમાં રાજસિક વૃત્તિ હેય છે. બીજાનું ભલું કરવામાં બેપરવાહ હોય છે, માટે આવા જી દેવદુર્લભ મનુષ્ય અવતારને પણ પાપમય બનાવે છે.