________________
૪ર૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પણ કેવળજ્ઞાન મેળવીને તીર્થંકર થવા માટેની તાકાત તેમના લેહીમાં હાઈ શકતી નથી. અને સ્વાર્થના બલિદાનને છોડીને બીજી કઈ પણ તપશ્ચર્યા સર્વાર્થસિદ્ધ લક્ષ્યને પ્રાપ્ત કરાવી શકે તેમ નથી.
આ બધા કારણોને લઈને તીર્થકરો ક્ષત્રિયવંશમાં જ જન્મ લે છે. આમ છતાં પણ કર્મસત્તા અતીવ બલીયસી હેવાના કારણે કદાચિત ક્ષત્રિયવંષને છોડીને તીર્થકરે બીજા વંશમાં આવે છે. પણ જન્મ લેતા નથી. આ કારણને લઈને ઈન્દ્ર મહારાજાએ પોતાના દૂત પાસે ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભપરિવંતન કરાવ્યું છે.
સત્તાવીસ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમાં ભગવાનના જીવે મદવશ બનીને આ હીનજાતિનું કર્મ બાંધ્યું હતું. કારણ કે કર્મસત્તા સૌ જીવો ઉપર એક સરખી જ હોય છે. ભરત ચક્રવતીએ જ્યારે મરિચિને વાન્યા અને કહ્યું કે ભે મરિચિ! હું તારા પરિવ્રાજકવેષને વાંદતે નથી પણ તમે આ ચોવીસીમાં છેલ્લા તીર્થકર થશે, વાસુદેવ થશે અને ચક્રવતી થશે.!” આવી અમૂલ્ય ત્રણે પદવીઓના તમે ભકતા છે માટે હું તમને વન્દન કરું છું. આ વાત સાંભળીને જાતિમદ કુલમદની ચરમસીમા મરિચિને પ્રાપ્ત થતા હીનજાતિનું કર્મ ત્યાં બાંધે છે. આ કર્મના વિપાકે જ મહાવીર સ્વામીને છેલ્લા ભવમાં થોડા સમયને માટે પણ હીનજાતિમાં આવવું પડયું છે. પણ તે કર્મ સંપૂર્ણ નાશ થતાં જ હરિણીગમેષીદેવ ઈન્દ્રની આજ્ઞાથી ભગવાનનું પરિવર્તન કરીને ત્રિશલારાણની કુક્ષિમાં લાવી મૂકે છે.