________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૩૩ સંઘાડાવાદ ગુણવૃદ્ધિ અને ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહીને વિધિ વિધાનને જ પકડી રાખે છે ધર્મ માણસ માત્રને નમ્ર બનાવે છે. જ્યારે સંપ્રદાય માણસને મિથ્યાભિમાની તથા અક્કડ બનાવે છે.
ધર્મ માનવ જાતમાં રહેલી ભેદભાવની દિવાલને તેડે છે. જ્યારે સંપ્રદાય ભેદભાવ વધારી મૂકે છે. ધર્મ માણસને બંધનેથી મુક્ત કરે છે, જ્યારે સંપ્રદાય બંધનમાં ફસાવે છે.
મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી સાચા અર્થમાં ધાર્મિક હોવાના કારણે જ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ કુંભાર, ઘાંચી, હજામ, ભંગી, મેતર, અને ચંડાલ તથા ચંડકૌશિક જેવા વિષધરને, સતીઓને, અસતીઓને, કામીઓને, ક્રોધીએને, કસાઈઓને, હિંસકેને, શિકારીઓને, માંસાહારીઓને, પણ તારી શકયા છે અને સૌને સંપ્રદાયની સાંકળમાં નહી પણ ધર્મની સાંકળમાં જોડીને એક ઝંડા નીચે લાવ્યા છે. તેથી જ ધાર્મિકતા અમૃત છે અને સંપ્રદાયિકતા ઝેર છે. માટે અરિહંત દેવેને ઉપકાર ભૂલ્ય ન ભૂલાય તે હોય છે. સાતસોની સંખ્યામાં જીવે મેક્ષે ગયા છે તે અરિહંતના શાસનને આભારી છે. અને આટલી જ સંખ્યામાં સૂક્ષમ નિગેદમાંથી બહાર નિકળેલા જીએ વ્યવહારરાશિમાં પ્રવેશ કર્યો છે. તે ઉપકાર સંસારને કઈ પણ જીવ ભૂલે તેમ નથી.
મહાવીર સ્વામીના શાસનમાં સાતસો સિદ્ધ થયા. તે ઉપરાંત ઘણા છએ મેક્ષ જવાની લાયકાત મેળવી છે.
૨૮