________________
૪૧૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ | (૩) કુલમદને અંધ માણસ બીજા ભીખારી લુલા, લંગડા, રોગ, શોકી ઉપર હસતે જ રહે છે.
() એશ્વર્યમદમાં મસ્ત રહેલ માણસ પિતાની શ્રીમં. તાઈમાં મગરૂર રહેવાના કારણે થેડી કમાણીવાળા પિતાના જ ભાઈ ભાંડુ, જાતપાતવાળા તથા નિકટના સગાઓ ઉપર પણ હસતો જ રહે છે.
(૫) બળદને માલિક પણ હીનબળવાળા માણસને હસ્યા વિના રહેતું નથી.
(૬) પુસ્તકપાનાને જ્ઞાની પણ બીજાના અજ્ઞાનને લઈને તેના ઉપર હસતે જ રહે છે.
(૭) રૂપને ઘમંડી કાળા રંગના માણસને જોઈને પોતાની મૂછમાં હસતો જ રહે છે.
(૮) તપશ્ચર્યાને મદ રાખનાર પણ બીજાઓ ઉપર હસ્યા વિના રહેતું નથી.
માયાવી માણસ પોતાની માયાજાળમાં બીજાઓને ફસાવ્યા પછી પોતાની મિત્રમંડળીમાં ખડખડાટ હસે છે.
લોભી માણસ જ્યારે ગ્રાહકને ઠગે છે ત્યારે આ ભાઈ સાહેબ ગ્રાહકે ઉપર અને નાના વ્યાપારીઓ ઉપર હસવામાં જ મસ્ત રહે છે.
પિતાની ભાંડ ચેષ્ટા દ્વારા બીજાઓને હસાવીને તથા મેહઘેલા બનાવીને પિતે હસતા હસતા પણ કહે છે કે
દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ.”