________________
શતક–પરું ઉદ્દેશક-૪]
[૪૧૩ શબ્દ
આ પ્રકરણમાં શબ્દ સંબંધી, છાસ્થ અને કેવલીના હસવા અને ઊંઘવા સંબંધી, ગર્ભાપહરણ સંબંધી; અતિમુક્તકની સિદ્ધિ સંબંધી, બે દેના મન પ્રશ્ન સંબંધી દેના સંયતાસંતપણા સંબંધી, તેમ જ દેવેની ભાષા સંબંધી, કેવળીના જ્ઞાન સંબંધી, દેના જ્ઞાન સંબંધી અને ચૌદપૂવિની શક્તિ સંબંધી પ્રશ્નોત્તરો છે. સારાંશ આ છે.
છદ્મસ્થ મનુષ્ય વગાડવામાં આવતા તમામ પ્રકારના શબ્દોને સાંભળે છે. (અહિં એ શબ્દ કોના નાતે સંબંધી કેટલાક નામે મૂળમાં આપ્યાં છે શંખ, સિંગ, (રણસિંગુ) સંખિયત (શંખલી), ખરમુહી (ડાહલ), પિયા, ગરિપિરિયા, પણવ, પડહ, ભંભા, હારંભ, ઝલ્લરી, દુંદુભિ, તત,. વિતત ઘણ. આ શબ્દ કાન સાથે અથડાયા પછી જ સંભળાય છે. તે પાસે રહેલા એટલે, ઈન્દ્રિયેથી લઈ શકાય તેવા શબ્દોને સાંભળે છે. પરન્તુ કેવલી તે પાસે રહેલા કે દૂર રહેલા, ચાવત્ અંત વિનાના-સર્વ પ્રકારના શબ્દને જાણે છે ને જુએ છે. કારણ કે કેવળી તે સર્વ કાળે, સવ પદાર્થોને ભાવને જાણે છે ને જુએ છે. કેવળીને અનંતજ્ઞાન અને અનંત દર્શન છે. ૧૬૦
૬૦. શબ્દોની ઉત્પત્તિ છ પ્રકારે થાય છે. જેના દ્વારા અર્થને નિર્ણય થાય અથવા દવનિરૂપે પરિણત થાય તે શબ્દ કહેવાય છે.