________________
૪૧૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ છદ્મસ્થ મનુષ્ય હસે છે ને ઉતાવળે પણ થાય. પરન્તુ કેવલી ન હસે ને ન ઉતાવળ થાય. કારણ કે કેવળીને ચારિત્ર મેહનીય કર્મનો ઉદય જ નથી. હસતો અને
તત–ઢેલ, ભેરી આદિ ચામડાના વાદ્યો દ્વારા શબ્દ ઉત્પન્ન થાય છે.
વિતત-વીણા, સારંગી, દિલરૂબા આદિના તારના સંઘર્ષથી ઉત્પન્ન થાય છે.
ઘન :-મંજીરા, ઝાલર, ઘંટાદિ, કાંસાથી ઉત્પન્ન થાય છે.
શુષિર –શંખ, વણ, આદિ વાયુના નિમિત્તથી ‘ઉત્પન થાય છે.
સંઘર્ષ –પરસ્પર એક પદાર્થ બીજા પદાર્થ સાથે ઘસવાથી ઉત્પાદિત છે.
ભાષા –જેમાં વર્ણ, પદ, વાક્ય સુવ્યવસ્થિત બનીને સ્પષ્ટ ઉચ્ચારણ થાય તે ભાષા કહેવાય છે.
આ પ્રમાણેના છએ પ્રકારના શબ્દો કણેન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પોતાની શક્તિ જયાં સુધી પહોંચતી હોય તેટલા ક્ષેત્રમાંથી ઉત્પનન થતા શબ્દો સાંભળી શકે છે. જ્યારે કેવળ જ્ઞાનીઓ પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉદર્વ અને અધે દિશાના પ્રત્યેક મિત અને અમિત પદાર્થોને જાણે છે કેમકે અનંતજ્ઞાની તથા અનંતદશી હોવાથી સર્વે કાળના સર્વે ભાવેને જાણે છે. આ જ્ઞાનમાં કઈ પણ જાતનું આવરણ નથી અને ઇન્દ્રિયની આવશ્યકતા પણ નથી. તેથી કરીને આ કેવળજ્ઞાન સર્વ શ્રેષ્ઠ હોવાથી ત્રણે લોકના ત્રણે કાળના સંપૂર્ણ દ્રવ્યો અને તેના સંપૂર્ણ પર્યાને જાણવા સમર્થ છે.