________________
શતકરૂપ મુ' ઉદ્દેશક-૩]
[૪૧૧
આવે છે અને વૃદ્ધિ પ્રાપ્ત કરીને ચથાયેાગ્ય સમયે જન્મ લે છે ત્યારે તે ગભ જ કહેવાય છે. આ એક પ્રાકૃતિક નિયમ છે. તે અનુસારે તીથ 'કર પરમાત્મા, વાસુદેવા, ચક્રવતી આ વગેરૈને જન્મ લેવા માટેના આ જ પ્રકાર છે આને અથ એ થાય છે કે–આ પ્રાકૃતિક નિયમ વિરુદ્ધ કોઇના પણ જન્મ થઈ શકતા નથી.
“અમુકના વીકણા વૈકારિકભાવથી સ્ખલિત થઈને ધૂલ ભેગા મલ્યા અને તેમાંથી ઘણા મનુષ્યા જન્મ્યા.” આવી બધી પ્રકૃતિથી વિરુદ્ધ વાતે જૈનશાસનને માન્ય નથી. ગજ જીવાના ત્રણ પ્રકાર
૧. જરાયુજ ૨. અંડજ ૩. પેાતજ
ગલમાં આવતાં જ જીવ આહાર પર્યાપ્તિ દ્વારા આહારને ગ્રહણ કરે છે પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મનનું નિર્માણ સ્વતઃ કરે છે, નવમહિનાની અવધિ પૂરી કરીને જીવ જન્મે છે.
કુક્ષિમાં રહેલા જીવને ચારે બાજુ ‘જરાયું’ વી...ટાયેલુ હાવાના કારણે જરાયુજ કહેવાય છે.
•
૧. જરાયુ–એટલે લોહીનુ બનેલુ ‘જાટું, તેમાં જીવ રહે છે. અને પોષણ પામે છે અને જરાયું સાથે જ બહાર આવે છે. પછી નાલછેદની ક્રિયા થયા પછી તે જીવ જરાયુથી છૂટો થાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, મળદ, બકરી, ઘેટુ, ઘેાડા, ગધેડા, ઊંટ, હરણ, ચમરીગાય, ભૂંડ (ડુક્કર) નીલગાય, સિંહ, વાઘ, રીંછ, ગેંડા, કુતરૂ, શિયાળ, ખીલાડી આદિ જીવા જરાણુ જ હાય છે.