________________
૪૦૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ - જોઈ મારી બલવાની ચાલાકી, “એવી સરસ સાક્ષી આપી છે કે જેનાથી મારા સામાવાલા શત્રુને કારાવાસમાં જવું પડ્યું. “મારી મોહજાળમાં ફસાયેલી આ સ્ત્રીને છેડાવવા માટે તેનો પતિ પણ વચમાં આવશે તે તલવારથી એક ઘાએ બે ટૂકડા કરીને તેને મૃત્યુ દ્વારે પહોંચાડી દઈશ.” ( આ પ્રમાણે પાપ કર્મની લેણ્યા વધે છે અને દુર્ગતિ માટેનું કર્મ બાંધે છે.
એ જ પ્રકારે ચાર શેર વજન પ્રમાણે શેલડીના રસમાં જે મધુરતા હોય છે તેના કરતાં પણ તે રસને ચૂલા ઉપર મૂકીને
જ્યારે ઉકાળવામાં આવે છે અને બે શેર જેટલો રસ શેષ રહેતાં તેમાં મધુરતા વધે છે, અને ત્રણ શેર પાણી બન્યા પછી એક શેર શેષ રહેલા રસમાં પહેલા કરતાં મધુરતા ઘણી જ વધી જાય છે. તેમ પામવશ અશુભ કર્મને કર્યા પછી જે જીવાત્માની લેગ્યામાં આ પ્રમાણે બદલે આવે છે કે અરેરે ! મને આ દુબુદ્ધિ કયાંથી સૂઝી? મેં આ જીવને શા માટે માર્યો? જુઠી સાક્ષી દેવાની મને શી જરૂર હતી? પરસ્ત્રી તે માતા જેવી હોય છે ત્યારે મેં આ શું કરી નાખ્યું? ઈત્યાદિ શુભ ભાવના થતાં જ એ જીવની વેશ્યાઓ શુભતર બને છે પહેલાનાં બાંધેલા અશુભ કર્મોને ખંખેરીને શુભ કર્મો ઉપાર્જન કરે છે, અને સત્કર્મોમાં રૂચિવાલો થઈને અસત્કર્મોના સ્થાનથી હમેશાને માટે ડરતે રહે છે. તથા શુભ કર્મોને સંચય કરીને સદ્ગતિને મેળવે છે. હવે ચારે ગતિઓમાં ભવ ભવાન્તર કરતો જીવ ચાલુ ભવમાં કેવા કર્મો કરે છે તે, જોઈએ.