________________
શતક-૫ મું ઉદ્દેશક-૩]
[૪૦૭ માટેની કાળ લબ્ધિ અને પિતાના સબળ પુરુષાર્થ વડે મેળવેલી ભાવલબ્ધિ જ્યાં સુધી આ જીવાત્માને પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી ઘણું જ ચિકણા, લાંબી સ્થિતિવાલા અને કટુ, કટુતર અને કટુતમ રસથી પૂર્ણ કમેને બાંધે છે, અને ભવાન્તરમાં ભેગવે છે.
ચાર શેર વજન પ્રમાણ લીંબડાના રસમાં જે કટુતા હોય છે તેના કરતા પણ એ જ ચાર શેર રસને ચૂલા ઉપર મૂકીને ઉકાલતા જ્યારે બે શેર રસ શેષ રહે છે ત્યારે તેમાં કડવાસ વધે છે, વળી એક શેર રસ શેષ રહેતાં તે કડવાશમાં વધારે થાય છે.
તેવી રીતે અત્યન્ત તીવ્ર મોહ માયા-વૈર અને ભયંકર ઝનૂનમાં ચઢી ગયેલે જીવ હત્યા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહનું પાપ કર્યા પછી પણ હરખાય છે, અને કરેલા પાપ કર્મોની પ્રશંસા કરે છે, કૃષ્ણ લેફ્સામાં એટલો બધો વધારે થવા દે છે કે જેને લઈને આ જીવ ભયંકરમાં ભયંકર અશુભ, અશુભતર અને અશુભતમ કર્મોનું બંધન કરે" છે, જેમાં શિકાર કર્મને માટે ધનુષ્યબાણ લઈને વનમાં ગયેલો શિકારી હરણ ઉપર બાણ ફેકે છે અને તે બાણુ ગર્ભવતી હરણીનાં પેટ પર પડતાં જ તેનું પેટ ચિરાય છે, અને તેને ગર્ભ નીચે પડે છે તે સમયે શિકારી ત્યાં આવીને પિતાની શૂરવીરતાની આ પ્રમાણે પ્રશંસા કરે છે કે “જોયું મારૂં બાહુબળ, એક જ બાણથી બે જીને મોતના મુખમાં ધકેલી દીધા છે.