________________
૪૦૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ જે જીવ જે નિમાં ઉપજવાને યોગ્ય હોય, તે જીવ તે નિ સંબંધી આયુષ્ય બાંધે છે.
ET ૫૯ રમતના મેદાનમાં ફૂટબોલની જેમ આ જીવા ત્મા ચારે ગતિરૂપ સંસારમાં એક ક્ષણ માટે પણ સ્થિર નથી. પ્રતિ સમયે તેના અધ્યવસાયે બદલાતા રહેવાના કારણે સતત કર્મોને કરનાર અને તે કર્મોને લઈને ભવભ્રમણ કરનાર આ જીવ પિતાને ચાલું ભવ છેડતાં પહેલાં નવા અવતારને ગ્રહણ કરવા માટે આયુષ્ય કમને બાંધ્યા પછી મૃત્યુ પામે છે.
યમરાજ મૃત્યુ સમયે આવે છે અને જીવાત્માને પકડીને, બાંધીને જીવના કરેલા કર્મોને અનુસારે બીજી નિમાં પટકી દે છે.
આ વાતને જૈનશાસન એટલા માટે માન્ય કરતું નથી કેમકે – આયુષ્ય કર્મ જ ભવાતરનું કારણ છે
જીવ પોતે જ અનંતશક્તિને માલિક હોવાથી પોતાના કર્મોને લઈને પોતે જ ભવભવાન્તર કરવા સમર્થ છે.
તીવ્રતમ શુભાશુભ લેશ્યાઓમાં પ્રવર્તમાન જીવ જે ભાવમાં રહે છે તે ભાવના અનુસાર આવતો ભવ નકકી થાય છે, અને કર્મરાજાની બેડીઓમાં જકડાઈ ગયેલો જીવ તે ભવમાં જાય છે અર્થાત્ આવતા ભવને મેળવવા માટે આ ચાલુ ભવમાં જ આયુષ્ય કર્મ બાંધવાની ફરજ પડે છે, અને મરણ પામ્યા પછી ત્યાં જ જન્મ લેવો પડે છે. તથા શુભાશુભ કર્મોને ભેગવવા જ પડે છે મેક્ષ અવસ્થા મેળવવા