________________
શતક ૪ થું ઉદ્દેશક-૧૦ ].
[ ૩૭૯ - આ પછી ટીકામાં સ્થાના રંગો, રસ વગેરેનું વર્ણન
પ
લેશ્યાઓના પરિણુમન માટે સ્પષ્ટીકરણ
૫૫. કૃષ્ણલેશ્યા નીલલેશ્યામાં પરિણત થાય છે કે નથી થતી? આના ઉત્તરમાં ભગવાને પ્રજ્ઞાપના સૂત્રને થે ઉદ્દેશો જેવા માટે ભલામણ કરી છે. તે આ પ્રમાણે -કૃષ્ણલેશ્યાને ગ્ય દ્રવ્યો જયારે નીલેશ્યાને ચગ્ય દ્રવ્યને પ્રાપ્ત કરે છે ત્યારે નીલલેશ્યા સ્વભાવને પામે છે અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શને પામે છે. કૃષ્ણલેશ્યાને સ્વામી મરતી વખતે કદિ નીલલેસ્થામાં પરિણમે તે આ લેસ્થામાં જ મરણ પામે છે.
મનુષ્ય અને તિર્યંચને જીવ બીજા ભવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાલે થયે છતે નીલલેશ્યાને યોગ્ય દ્રવ્યોના સંપર્કથી કૃષ્ણલેશ્યાને ગય દ્રવ્ય, સહકારી કારણને લઈને તથારૂપ જીવના લક્ષથી નીલેશ્યરૂપે પરિણમશે. અને નીલ લેસ્થાને યોગ્ય દ્રવ્યોના સહકારથી આ લેફ્સામાં પરિણત થતા આ જીવ આ લેશ્યાને લઈને ભવાન્તર કરશે. આ બંને ગતિના છ વર્તમાન ભવમાં કલેફ્સામાં પરિણત છતાં પણ નીલલેસ્યાનાં ભાવ પરિણમતાં કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પણ નીલલેસ્થામાં પરિણત થશે.
જેમ છાશરૂપને પ્રાપ્ત થતાં જ દૂધના પર્યાયે છાશના પર્યાય, વર્ણ, રસ, અને ગંધને પ્રાપ્ત કરે છે.
જેમ શુદ્ધ વસ્ત્ર (સફેદ વસ્ત્ર) લાલરંગના કારણે તે રંગને પ્રાપ્ત કરે છે. અર્થાત્ લાલરંગના પરિણામને પામે છે.