________________
શતક–૫ મું ઉદ્દેશક–૨].
[૩૯૫ શસ્ત્રથી કૂટાય છે, અગ્નિદ્વારા જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીરે કહેવાય.
લેતું, તાંબુ, કલઈ, સીસું, કેયલ અને કાટ એ બધાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથ્વીના જીવનાં શરીર કહેવાય. ને પછી શસ્ત્રદ્વારા કૂટાયા પછી અગ્નિના જીવનાં શરીર કહેવાય.
હાડકું, ચામડું, રૂંવાડાં, ખરી અને નખ-એ ત્રએ જીવનાં શરીર અને બળેલ ચામડું, રૂંવાડાં, વગેરે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરને પછી-શસદ્વારા સંઘટિત થયા પછી અગ્નિના જીવના શરીરે કહેવાય.
અંગારે, રાખ, ભુસે, છાણું એ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર અને યથાસંભવ પંચેન્દ્રિય જીવનાં શરીરોએ કહેવાય, અને પછી શસ્ત્રદ્વારા સંગઠિત થયા પછી અગ્નિના જીવના શરીરે છે. છ
ભવનપતિ દેવના વાયુકુમાર અને વાયુકુમારિકાઓ ! જ્યારે પોતાના માટે, બીજાના માટે અને બન્નેને માટે વાયુની ઉદીરણા–ઉત્પત્તિ કરે છે ત્યારે વાયુ વાય છે.”
વાયુ એકેન્દ્રિય જીવ છે તેનું શરીર ઔદારિક છે. તેથી સ્વાભાવિકી ગતિ આ શરીરને આભારી છે, અને ઉત્તર એટલે વૈકિય શરીરથી ગતિ કરે ત્યારે ઉત્તર વૈક્રિય કહેવાય છે.' પરિગ્રહ પાપ શા માટે ?
ક ૧૭. સામાન્ય માણસ પણ સમજી શકે છે કેચોખા ખેતરમાં પાકે છે અને તે એકેન્દ્રિય જીવનું શરીર છે “ચામડું” ગાય, ભેંસ, બકરી, ઊંટ, હરણ, સિંહ વગેરે પંચેન્દ્રિય જીવના શરીરનું હોય છે. “રાખ લાકડાની કે છાણાની બને છે. લાકડું એકેન્દ્રિય વનસ્પતિનું કલેવર છે,