________________
૩૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યારે છાણ તિર્યંચ સ્થલચર ની વિષ્ટા છે. ત્રાંબુ સાસુ સોનું, ચાંદી વગેરે ધાતુઓ પણ પૃથ્વીના પેટાલમાંથી નીકળે છે અને એકેન્દ્રિય છે. “દારૂ’ ગોળ કે જવ આદિ પદાર્થોમાંથી બને છે, અને તે વનસ્પતિ છે. “હાડકું મનુષ્ય કે પંચેન્દ્રિય જીવને જ હોય છે, માટે પંચેન્દ્રિયનું અંગ કહેવાય છે. કપડું' રૂમાંથી બને છે અને તે એકેન્દ્રિય જીવ હેાય છે શંખ, કેડી કે સ્થાપનાજીમાં ૨ખાતા અરિયા પાણીમાં રહેનારા બેઈન્દ્રિય જીવોના હાડકાં છે.
આ પ્રમાણે બધીય વાતે સુગમ અને સ્પષ્ટ સમજાય તેવી હોવા છતાં પણ ગણધર ભગવંતે કેવળીભગવાનને પૂછે છે. અને ભગવાન જવાબ આપે છે.
આપણે જાણીએ છીએ “ગરમનવિચ મણિ = પ્રવર્ત?” પ્રયજન વિના મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તો પછી દિવ્યજ્ઞાનીઓની આ પ્રવૃત્તિ માટે કર્યો આશય હશે ? જેથી સહજ બુદ્ધિ ગમ્ય પણ પ્રશ્ન કર્યો અને જવાબ અપાયે, માટે સૌથી પહેલા જાણવું જોઈએ કે સંસારવતી બધા જ એક સરખા નથી હોતા. સ્કૂલમાં જેમ જુદા જુદા વર્ગો હોય છે, તેમ કોઈ જીવને જ્ઞાનાવરણીય કર્મ વધારે હોય છે તો બીજાને મેહનીય કર્મની તીવ્રતા વધારે હોય છે ત્યારે ત્રીજાને વેદનીય કમ વધારે હોય છે. અને ચેથાને અંતરાય નડતો હોય છે. તેથી એક જીવને કેઈપણ વાત સમજવામાં વાર લાગે છે. બીજાને આચરવામાં વાર લાગે છે. ત્રીજે વેદનીય વશ આચરી શકતો નથી. અને ચાથાને અંતરાયે નડયા જ કરે છે. તેથી જ પ્રશ્નો સુગમ હોવા છતાં પણ ભગવાન પૂછાયેલા પ્રશ્નને તે જ રીતે જવાબ