________________
૪૨ ]
- [ભગવતીસૂત્ર સારસંગ્રહ અનિવાર્ય રૂપે પણ તે પદાર્થોનો ઉપયોગ કર્યા વિના ચાલી શકે તેમ નથી. છતાં પણ અહિંસક થવાને દા કરનાર ભાગ્યશાળી એકેન્દ્રિય જીવોથી ઉત્પાદિત પદાર્થોને ત્યાગ કરીને
જ્યારે ત્રસ જીની હત્યાથી જ બનતા વસ્ત્ર માટે આગ્રહ રાખે છે, મમત્વ રાખે છે, અને તેમાંથી ભાવશુદ્ધિ થતાં, પ્રભુ પૂજામાં આનન્દ આવે છે એવા ખ્યાલાતા પ્રત્યે આસક્તિ રાખે છે, ત્યારે કહેવું જોઈએ કે તે ભાઈ જૈન ધર્મના મર્મને સમજી શકયા પણ નથી.
વીતરાગની પૂજા અહિંસક બનવા માટે જ હોય છે. કેમ તે વીતરાગ દેવ સ્વયં સંપૂર્ણ અહિંસક છે. માટે ત્રણ જીના વધથી બનેલું રેશમી વસ્ત્ર જેમ ત્યાજ્ય છે, તેવી જ રીતે વનસ્પતિથી બનેલું બનાવટી રેશમનું વસ્ત્ર પણ એટલા માટે જ ત્યાજ્ય છે છે કે તેનાથી ઈન્દ્રિયોની ગુલામી વધે છે. જે ભાવહિંસા છે. આ બધા સાર્થક કારણેને લઈને જૈન ધર્મના અનુયાયીઓ અહિંસક બનવા માટે તથા ઈન્દ્રિચેને સ્વાધીન કરવા માટે જ પ્રયત્નશીલ બને. જે મેક્ષ મેળવવા માટેની ટ્રેનિંગ છે.
પ્રશ્નોત્તરને સારાંશ એટલે જ કે પરિગ્રહની મમતામાયા ધીમે ધીમે છેડતા જવું. અન્યથા ઈન્દ્રિયની ગુલામી વધશે, કષાયેની વૃદ્ધિ થશે, માનસિક પરિણામ ખરાબ રહેશે, શુદ્ધ અને શુભ ભાવના વિનાનું મન રહેશે અને આત્માના પરિણામમાં જૈનત્વની ચમક આવશે નહી. પરિણામે જીવ દુર્ગતિને ભાજન બનશે.