________________
૩૯૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્યાં સુધી માણસ પાસે પરિગ્રહ છે, ત્યાંસુધી તે હિંસક છે. કેમકે કપડાં, ભેજન પાણીથી લઈને ચમા, ઘડીઆળ, કામળી, ફાઉન્ટન પેન, આદિ પદાર્થોમાં તે તે જીની હત્યા ચોકકસરૂપે નિર્ણત છે.
વસ્તુઓની ખરીદી કરનાર માણસે હેય તે જ દુકાનદાર પોતાની દુકાન ચલાવે છે અને દુકાનદાર (વેચનાર) હશે તે જ પદાર્થોનું ઉત્પાદન થશે. એટલે ઉત્પાદક કપડા, ઘડા, ધાબળા ચશ્મા, ઘડીયાળ ફાઉન્ટન પેન વગેરે ચીજે ત્યારેજઅનાવશે જ્યારે તે માલ બજારમાં ખપતે હોય છે.
જે જીવને જૈનધર્મ મ નથી, તેમની વાત જવા દઈએ. પણ જૈનધર્મની આરાધના કરનાર વ્રતધારી શ્રાવકશ્રાવિકાને લઈને જે વાત કરવી હોય તો તેમને વ્રત પાળવા માટે, દીપાવવા માટે, આશ્રવને માર્ગ ત્યાગ કરવા માટે, તેમજ સંવર, નિર્જરા અને મોક્ષ માગ મેળવવા માટે પરિ. ગ્રહને જેમ બને તેમ ત્યાગ કર્યા વિના છૂટકારે નથી. કેમકે પરિગ્રહમાં નીચે પ્રમાણે દોષ સંગ્રહાયેલા છે. (૧) શાન્તિ–સમાધિ અને સમતાભાવને કટ્ટર વૈરી
પરિગ્રહ છે. (૨) ધૈર્યવૃત્તિને નાશ કરવા માટે પણ પરિગ્રહ મુખ્ય કારણ
છે. ધૈર્યવૃત્તિ વિના મહાવ્રતની પાલના અશકય છે. (૩) મેહકર્મને વિશ્રાન્તિ લેવા માટેનું સ્થાન પરિગ્રહ છે. (૪) અઢારે પાપને અને પાપની ભાવનાને ભડકાવી મૂકનાર
પરિગ્રહ છે. (૫) આધિ-વ્યાધિ અને ઉપાધિને સહચારી પરિગ્રહ છે.