________________
૩૮૮]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ શીલની રક્ષા માટે પ્રાણ છેડી દીધા. અને વસુમતી કૌશાંબી નગરીના ભરબજારમાં વેચાણી. તેને ધનાવહ નામના શેઠે ખરીદી લીધી. ચંદન જેવી શીતલ તેની ભાષા હોવાથી શેઠે તેનું નામ ચંદનબાળા પાડયું. ત્યાં પણ તે શેઠની સ્ત્રી મૂળાએ ક્રોધમાં આવી ચંદનબાળાના માથાના વાળ મુંડાવી નાખ્યા અને હાથ–પગમાં બેડીઓ પહેરાવી તે બાળાને મકાનના ભેંયતળીયામાં પૂરી દીધી. ત્રણ દિવસ પછી શેઠે તેને બહાર કાઢી અને અડદના બાકુલા ખાવા માટે સુપડામાં આપી પોતે લુહારને બેલાવવા માટે ગયા.
તે જ સમયે ભ૦ મહાવીર સ્વામી ત્યાં પધાર્યા અને પિતાને અભિગ્રહ પૂરે જાણી ચંદનબાળાએ ઉત્કૃષ્ટ ભક્તિવશ થઈને અડદના બાકુલા ભગવાનને વહરાવ્યા અને સર્વત્ર જયજયકાર થયે, અને ચંદનબાળાનું પણ દિવ્ય સ્વરૂપ બની ગયું. “ચંદનબાળા બાળપણાથી, શિયલવતી શુદ્ધ શ્રાવિકાએ, અડદના બાકુલે વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકાએ.”
ભગવાન મહાવીર સ્વામીએ પૃષ્ઠચંપાની સાથે આ ચંપાનગરીમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતા. તેમજ પાંડવકુલ ભૂષણ મહાદાનેશ્વરી રાજા કર્ણ આ નગરીને રાજા હતે.
પિતૃહત્યાના મહાપાતકથી અતિશય સંતપ્ત થયેલા રાજા કેણિકે આ નગરીને મગધ દેશની રાજધાની બનાવી હતી.
શäભવસૂરિએ પિતાના પુત્ર મનક મુનિરાજની સુલભ આરાધના માટે આ નગરીમાં જ દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી.